સ્ટ્રોબેરીની ખેતી કરીને વિવેક કુમાર રાય એક સફળ ખેડૂત બની ગયા છે. તો ચાલો આજે તેના દ્વારા જ જાણ્યે કે, તે કઈ રીતે સફળ ખેડૂત બન્યા. તેમનું કહેવું છે કે, સૌથી પહેલાં મને મારા મિત્ર રવિન્દ્ર સ્વામી પાસેથી સ્ટ્રોબેરીની ખેતી કરવાની પ્રેરણા મળી હતી. તે અમુક વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેણે મને કહ્યું કે, તમારી પાસે અહીં જયપુર જેવું મેટ્રો સિટી છે, જ્યાં સ્ટ્રોબેરીની ખેતી સારી રીતે થાય છે, જેથી તમે સ્ટ્રોબેરીની ખેતીની કરી શકો. આ વાત માનીને મેં ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રોબેરીની ખેતી વિશેની માહિતી મેળવી હતી. મેં ઓનલાઈન જ છોડ માંગવાનું નક્કી કર્યું.
મેં પુણેના મહારાષ્ટ્રથી સંવર્ધન તકનીક દ્વારા તૈયાર કરેલા છોડો મંગાવ્યા, જે 2 ઓક્ટોબરના રોજ મેં મારા ખેતરમાં રોપ્યા હતા. 5000 છોડની મેં 1 વીઘા જમીનમાં રોપણી કરી હતી. 5000 છોડમાંથી ઊંચા તાપમાના કારણે 450 છોડ કરમાય ગયા હતા. મેં તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા અને આખા ક્ષેત્રમાં તાપમાન ઘટાડવા માટે મેં ઉપર એક કાપડ બાંધી દીધું હતું. થોડા સમયમાંજ છોડ ઉગવા માંડ્યા અને 5 નવેમ્બરના રોજ મેં જોયું કે, કેટલાક સ્ટ્રોબેરીના ફળ આવી ગયા હતા જે 8 નવેમ્બર સુધીમાં પાકીને તૈયાર થઈ ગયા.
કૃષિ મંત્રીએ ફાર્મની લીધી હતી મુલાકાત
બજારમાં તૈયાર પાકને વેચવા માટે હવે મારે પેકિંગ મટિરીયલની જરૂર હતી, પરંતુ મને જયપુરમાં પેકિંગ મટિરિયલ ન મળતા, મેં દિલ્હીમાંથી પેકિંગ મટિરિયલનો ઓર્ડર આપ્યો. મેં 10 નવેમ્બરથી સ્ટ્રોબેરી વેચવાનું શરૂ કર્યું, ત્યારે લોકો વિશ્વાસ ન હતો કે, આ સ્ટ્રોબેરી ક્યાંક જયપુરમાં ઉગાડવામાં આવી છે, તે દરમિયાન માનનીય કૃષિમંત્રી એક કાર્યક્રમ માટે નજીકના ગામની મુલાકાત લઈ રહ્યા હતા, જ્યાં મેં પ્રધાનને વિનંતી કરી મેં સ્ટ્રોબેરી રોપણી કરી છે, સર, એકવાર તમે મારા ફાર્મની મુલાકાત લો. કૃષિમંત્રીએ 14 નવેમ્બરના રોજ મારા ખેતરની મુલાકાત લીધી અને ત્યાર બાદ તેઓ પણ માનવા લાગ્યા કે, આ સ્ટ્રોબેરી જયપુરના કાલખ જેવા નાના ગામમાં બનાવવામાં આવી હતી.
સ્ટ્રોબેરીની ખેતીથી ચોખ્ખો નફો રૂપિયા 80,000 હતો
17 નવેમ્બરના રોજ ખેડૂત પરિષદમાં મને મારી સ્ટ્રોબેરીની ખેતીનું પ્રદર્શન યોજવાની તક મળી અને મને માનનીય મુખ્યમંત્રી અશોક ગેહલોતજીને સ્ટ્રોબેરીની ખેતી વિશે માહિતી આપવાની તક મળી. અત્યાર સુધીમાં લગભગ 800 કિલો સ્ટોબેરી નું ઉત્પાદન કરી ચુક્યો છું. અને હજુ વધુ એક મહિનો ઉત્પાદન થાય તેવી સંભાવના છે. સ્ટોબેરીના ઉત્પાદન દ્વારા મને અત્યાર સુધીમાં લગભગ 80,000 રૂપિયાનો ચોખ્ખો નફો થઈ ચુક્યો છે.
Share your comments