વાત કરીએ તે મહિલાની તો સંતોષ દેવી રાજસ્થાનના ખેદરના સીકરમાં તેમના ફળોના ખેતરમાં 100 જેટલા સફરજનના વૃક્ષો પણ છે. સજીવ ખેતી સાથે, દરેક વૃક્ષ વાર્ષિક 80 કિલો સફરજન પણ આપે છે. સંતોષ દેવીનો નર્સરીનો પણ વ્યવસાય છે, જેનું વાર્ષિક ફાર્મ ટર્નઓવરમાં રૂ.25 લાખ છે.
સંતોષ દેવી વિશે વધુ માં વાત કરીએ તો તેમણે 2015 માં,સંતોષ દેવી રાજસ્થાનના સીકરના બેરી ગામમાં તેમના 1.25 એકરના ખેતરમાં 100 સફરજનના રોપા વાવ્યા,તેમનું માનવું છે કે આ એક મોટું જોખમ લઇ લીધું હોય તેવું લાગ્યું. જમ્મુ અને કાશ્મીરને ભારતના એપલ કિંગ તરીકે ઓળખવામાં આવે છે.તેવી રીતે રાજસ્થાનના સીકરમાં એપ્રિલથી જૂનના ઉનાળાના મહિનાઓ દરમિયાન સંતોષ દેવી સફરજનની ખેતી કરે છે,
આ પણ વાંચો : Miyazaki Mango : રૂફટોપ ફાર્મિંગ દ્વારા, જોસેફ લોબોએ વિશ્વની સૌથી મોંઘી કેરી મિયાઝાકી કેરી ઉગાડી સફળતા જાણો
સંતોષ દેવીને જૈવિક ખેતી સાથેના તેના અગાઉના અનુભવના આધારે રાજસ્થાનના સીકરમાં તેમના ખેતર માં સફરજન વાવવા અંગે તેમના પોતામાં વિશ્વાસ જગ્ગાડ્યો, જ્યાં સંતોષ દેવી એ શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ સુધી પહોંચવામાં માટે અનેકો સંઘર્ષ કર્યા ત્યાર બાદ તેઓ તેમના ઉચિત સ્થાન પર પહોચ્યા.
સંતોષ દેવી એ વધુ માં જણાવ્યું કે સજીવ ખેતી કરવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી, માટે તે પુષ્કળ પ્રમાણમાં કંઈપણ ઉગાડી શકે છે.જ્યારે સંતોષ દેવી એ 2008 માં ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે પરિવાર માટે સમય ફાળવી અને ઘરકામ પતાવીને પોતાના પતિનું ટીફીન તૈયાર કરી અને બાળકોને શાળાએ મુક્યા પછી તેઓ તેમના ખેતરમાં એકલા કામ કરવા પહોચી જતા. ત્યાં જઈ નીંદણ સાફ કરે અને જૈવિક ખાતર તૈયાર કરે કામ કરતા કરતા સાંજ પડી જાય તો જયરે તેમના પતિ અને બાળકો પાછા આવે તો સંતોષ દેવીને ખેતર માં મદદ કરાવે.
સંતોષ દેવી રોજના 12-14 કલાક માટે સતત કામ કરતા રહેતા. પરંતુ સંતોષ દેવીએ ક્યારેય હાર ન માની અને મેહનત ચાલુ રાખી, તે વાત કરતા વધુ જણાવ્યું કે મને યાદ છે કે સખત મહેનત કરવાની આદતથી તે સફરજનની ખેતીના પડકાર આસાની થી ઝીલી શકયા હતા,
જો કે તેમણે વધુ માં કહું કે સફરજનની ખેતી થી ઝાડ ચોથા વર્ષથી સફરજન ફળ આપવાનું શરૂ કરશે,પરંતુ તેમણે તો પ્રથમ અને બીજા જ વર્ષે માં અઢળક નફો મેળવી લીધો, સંતોષ દેવીએ કહ્યું અમે "બીજા વર્ષે માં છોડ દીઠ 30 થી 34 સફરજનની હાર્વેસ્ટીંગ કરી, ત્યારબાદ ત્રીજા વર્ષે સરેરાશ 132 અને ચોથા વર્ષે 368 સફરજન"તે કહે છે.તેમની મેહનત થી આજે દરેક વૃક્ષ વાર્ષિક 70 કિલોથી 80 કિલો સફરજન આપે છે.
જમ્મુ અને કાશ્મીરના સફરજનને પાછળ મુક્યું
કાશ્મીરના સફરજનના બગીચાઓમાં સરેરાશ 50 કિલોગ્રામ પ્રતિ વૃક્ષ કરતાં ઘણું વધારે છે.તે મારા માટે ખુશીની વાત છે, આમારા સફરજન રૂ. 150 થી રૂ. 200 પ્રતિ કિલોના ભાવે વહેચાય છે, અને જયારે ઓર્ગેનિક સફરજન ખરીદવા ખરીદદારો અમારા શેખાવતી કૃષિ ફાર્મ અને નર્સરીમાં પણ આવે છે, તેનું કારણ એ છે કે આ સફરજનનો સ્વાદ અન્ય સફરજનની જાતો કરતાં મીઠો હોય છે, આ સાથે સતોષ દેવી પાસે દાડમના 220 છોડ પણ છે, તે ઓર્ગેનિક મોસંબી, કીનુ, લીંબુ, ચિકુ પણ ઉગાડે છે. અને સારો નફો મેળવે છે,
Share your comments