છત્તીસગઢના ખેડૂતે પરંપરાગત ખેતી કરવાનું છોડીને આજે તે પોતાના ખેતરમાં કોફીની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયા નફો મેળવી રહ્યા છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાના દરભા બ્લોકના કાકલગુર અને દિલમિલીના તીતીરપુર ગામમાં રહેતા કુલે જોષી છેલ્લા ચાર થી પાંચ વર્ષથી કોફીની ખેતી કરીને તેનું ઉત્પાદન કરતો હતો. કુલે જોશીએ કહ્યું કે પહેલા તે માત્ર બે એકર જમીન પર જ કોફીની ખેતી કરતો હતો. થોડા સમય પછી બીજા વર્ષે કુલે જોશીએ અઢાર એકરની જમીનમાં કોફીની ખેતી શરૂ કરી હતી. કુલેએ જયારે બે એકર જમીન પર કોફીની ખેતી કરી તો ત્રીજા વર્ષે કુલે ને પાંચ ક્વિન્ટલ કોફીના બીજનું ઉત્પાદન થયું હતું. અને આજે તેની સરખામણીમાં ઘણું ઉત્પાદન વધુ ગયું હતું. આથી કુલે કોફીનું 250 ગ્રામનું પેકેટ બસ્તર કોફીના નામે 250 રૂપિયામાં વેચતો હતો.
એક વર્ષમાં કુલે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા બચાવતો હતો. અને સાથે સાથે કુલે જોશીએ મરી અને મગફળીની ખેતી પણ કરતો હતો. બધા લોકો કહેતા કે અત્યાર સુધી છત્તીસગઢના લોકો જંગલો પર નિર્ભર રહેતા હતા પણ હવે તે લોકોએ કોફીની ખેતી શરૂ કરી હતી. કોફીના છોડ ઉગાડીએ એટલે શેડની જરૂર પડે છે. પણ અહીંયા ખેડૂતો ડુંગર પર ઘણા વૃક્ષો ઉગાડે છે એટલે તેમને છાંયડો મળી શકે છે.
અહીંયા લોકો માત્ર ડાંગર જ ઉગાડતા હતા.પણ જયારે કોફીનું વાવેતર ખેડૂતોએ શરૂ કર્યું તો પાકની સંભાળ રાખવા માટે પચાસ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી અને સો એકર જમીન પર કોફીની ખેતી શરૂ કરી હતી. આથી કુલે જોશી કોફીના ઉત્પાદનમાંથી વર્ષે લાખો રૂપિયા કમાતો હતો.
Share your comments