મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારના કાકાસાહેબ સાવંતે લગભગ 10 વર્ષથી પૂણેની ઘણી મોટી મોટી ઓટોમોબાઈલ કંપનીઓમાં મિકેનિક તરીકે કામ કર્યું છે. પરંતુ હવે તેની ઓળખ એકનમિકેનિક તરીકે નથી, પરંતુ તેઓ એક સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. તેમની પોતાની એક નર્સરી છે, આ નર્સરીથી તેઓ વાર્ષિક 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.
43 વર્ષના સાવંત જણાવે છે કે આજથી લગભગ 10 વર્ષ પહેલાં જ્યારે મેં હાફુસ કેરીના રોપા રોપ્યા હતા, ત્યારે લોકો મને જોઈને હસતા હતા. તેઓ માનતા હતા કે હાફુસ (આલ્ફોન્સો) ફક્ત કોંકણમાં જ ઉગાડી શકાય છે, કારણ કે કોંકણ ક્ષેત્ર તેની હાફુસ કેરી માટે જાણીતો છે.
સાવંતના બે ભાઈ છે, જે પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેમના પરિવાર પાસે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના એક ગામમાં 20 એકર જમીન છે. આ વિસ્તાર એક દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે.
તેમનું ગામ અંતરલ જાટ શહેરથી 15 કિમી દૂર છે જેમાં આશરે 280 પરિવારો રહે છે. આ ગામમાં કુદરતી રીતે ફળદ્રુપ કાળી માટી જોવા મળે છે. આ તાલુકામાં 125 ગામનો સમાવેશ થાય છે અને દર વર્ષે સરેરાશ 570 મીમી જેટલો વરસાદ પડે છે. આ વિસ્તારમાં ખેતી માટે લોકોએ વરસાદ ઉપર નિર્ભર રહેવું પડે છે. જેને સ્થાનિક લોકો 'હંગામી શેટી' એટલે કે મોસમી ખેતી કહે છે.
અહીંના ખેડૂતો દ્રાક્ષ કે દાડમ ઉગાડે છે અને તેઓ કેરીની ખેતીને ખૂબ જ મુશ્કેલ મને છે. અહીંના ખેડુતો બાજરી, મકાઇ, જુવાર, ઘઉં, કઠોળ વગેરે ઉગાડે છે.
મિકેનિક સાવંતે અંતે ખેતી કરવાનો કર્યો નિર્ણય
સાવંતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) માંથી ડિપ્લોમા કર્યુ હતું, ત્યારબાદ તેઓએ એક ઓટોમોબાઈલ મિકેનિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સાવંત કહે છે કે કૃષિમાં જોડાતા પહેલા મેં સાંગલીની ટેકનીકી સંસ્થામાં ફેકલ્ટી તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ જ્યારે મારી બદલી થઈ ત્યારે મેં મારા ગામ પાછા જઈ અને ખેતી કરવાનું નક્કી કર્યું.
ખેતીમાં કમાણી ન થઈ તો નર્સરી શરૂ કરી, હવે દર વર્ષે કરે છે 8 કરોડ બીજનું ઉત્પાદન, વિદેશમાં થાય છે સપ્લાય
સાવંત કહે છે કે મને મારા નિર્ણય પર કોઈ અફસોસ નથી, કેમ કે આજે હું ખૂબ સારી કમાણી કરું છું. વળી, મારી નર્સરીમાં છોડ હોવાને કારણે મારો તાલુકો લીલોછમ થઈ રહ્યો છે. લોકો મારી નર્સરીમાંથી ખેડૂતોની સાથે શાળા અને પંચાયત કચેરીમાંથી પણ ઘણા લોકો રોપાઓ ખરીદે છે.
ફળની નર્સરી
સાવંતે વર્ષ 2010માં કેરીનો બાગ ઉભો કર્યો હતો અને પાંચ વર્ષ પછી તેણે પ્લાન્ટ નર્સરીનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ તેમણે વર્ષ 2015માં 'શ્રી બંશંકરી રોપ વાટિકા' નામે પોતાની નર્સરી શરૂ કરી દીધી. તેઓ કૃષ્ણ નદીની મૈસાલ સિંચાઇ યોજના દ્વારા પોતાની નર્સરીમાં છોડની સિંચાઈ માટે પાણી લાવે છે, જેના માટે તેમણે ચાર કિ.મી.ની બે પાઇપલાઇનો પણ મુકવી છે. આ ઉપરાંત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવતી સબસિડીનો લાભ લઈ તેમણે તળાવ પણ બનાવ્યું છે.
હાલમાં સાવંતનો પરિવાર અંતરલથી પાંચ કિલોમીટર દૂર આવેલા બનાલી ગામે રહે છે. સાવંત કહે છે કે અંતરલ ગામમાં અમારું ઘર બની રહ્યું છે. ઘર એકાદ-બે મહિનામાં તૈયાર થઈ જશે અને ત્યારબાદ અમે આખા પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઈ જશું.
સાવંતના પરિવારની કુલ 20 એકર જમીનમાં નર્સરી છે, જેમાં જુદા જુદા ફળના છોડ વાવવામાં આવ્યા છે. 10 એકરમાં કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની 10 એકરમાં ચીકૂ, સીતાફળ, જામફળ અને આમલી સહિતના ઝાડ ઉગાવ્યા છે.
10 એકરના હિસાબથી કુલ 20 ટન કેરીનું ઉત્પાદન
સાવંતની નર્સરીમાં એક એકર જમીનમન શેડ-નેટ લગાવવામાં આવી છે. આ શેડ વિસ્તારમાં નાના કેરીના છોડ એટલે કે મધર પ્લાન્ટ્સ વાવવામાં આવે છે. કેસર જાતનાં આ મૂળ છોડમાંથી, રાયવાલ કેરીની જાત માટે રૂટસ્ટોકસ કલમોને તૈયાર કરવામાં આવે છે.
તેઓ દર વર્ષે એક એકરમાં 2 ટન કેરીનો પાક લે છે. આ રીતે 10 એકરના હિસાબથી કુલ 20 ટન કેરીનો ઉગાડે છે. તેઓ દુષ્કાળ જેવા વિસ્તારમાં કેરી ઉગાડીને બીજા ખેડૂતો માટે રોલ મોડલ બની ગયા છે. સાવંત, ઓટોમોબાઈલ મિકેનિકથી ખેડૂત અને આજે 'એગ્રિ-એન્ટરપ્રેન્યોર બની ગયા છે. તેઓ પોતાના ફાર્મ અને નર્સરીમાંથી 25 વધુ લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.
કલમ લગાવીને કેરીનું વાવેતર
સાવંતે એવા કેટલાક માળીઓ ભાડે રાખ્યા છે જેઓ સાંગલીથી 225 કિલોમીટર દૂર દપોલી ખાતે રાષ્ટ્રીય બાગાયતી બોર્ડની તાલીમ લઈને આવ્યા હતા. આ બધા માળીઓ જૂનથી ઓગસ્ટ દરમિયાન કેરીના નાના છોડની કલમો લગાવીને રોપાઓ તૈયાર કરે છે. આ માળીઓ સાવંતના પરિવાર જ સાથે રહે છે. સાવંત કહે છે, મારા બધા માળી ખૂબ કુશળ છે અને મેં તેમની પાસેથી છોડની કલમ બનાવવાની પદ્ધતિ પણ શીખી છે. આ માળીઓ દરરોજ 800 થી 1000 જેટલા રોપાઓ તૈયાર કરે છે અને એકનછોડની કલમ બનાવવા માટે ત્રણ રૂપિયા મહેનતાણું લે છે.
તેમની નર્સરીમાંથી પરભણી, બીડ, ઉસ્માનાબાદ, બુલધાણા કોલ્હાપુર, બીજપુર, અથાની, બેલગામ, ઇન્ડી અને કોંકણ ક્ષેત્રના કેટલાક વિસ્તારના ખેડૂત રોપાઓ ખરીદે છે. તેઓ કહે છે, આ વર્ષે મને બુલધાણાથી ચાર લાખ રોપાનો ઓર્ડર મળ્યો, જે મારા માટે આશ્ચર્યજનક બાબત હતી.
સાવંતને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉદ્યાન પંડિત પદવીથી કરાયા સન્માનિત
સાવંતને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'ઉદ્યાન પંડિત' પદવીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પ્લાન્ટની કલમ બનાવવાની કેટલીક ટીપ્સ વિશે વાત કરતા, તેઓ સમજાવે છે, “છોડને કલમ બનાવતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે કલમ બનાવવા માટે જે શાખા પસંદ કરો છો તેમાં નરમ લીલી શાખા હોવા જોઈએ. ઉપરાંત, તેના પર પાંદડા ચાર મહિનાથી વધુ જૂનાં ન હોવા જોઈએ. તાપમાનની વાત કરીએ તો, તાપમાન 25 ℃ થી 30 ની વચ્ચે હોવું જોઈએ, જે મેની શરૂઆતમાં થાય છે.
કેરીના એક જ ઝાડ પર 22 જાતની કલમો
દૂર-દૂરથી અનેક ખેડૂત પણ સાવંતનો બગીચો જોવા આવે છે. તેના ખેતરમાં ત્રણ વર્ષ જુનું કેરીનું ઝાડ છે, જેના પર 22 જાતોની કેરીની કલમો ઉગાડવામાં આવી છે. હાલમાં આ વૃક્ષમાં 22 જાતની કેરીઓ ઊગી રહી છે. તેણે તમામ કેરીઓને પણ તેમના નામના લેબલ લગાવી દીધા છે. ઝાડમાં ઉગાડવામાં આવતી કેરીઓમાં સિંધુ, દુધપેડા, ક્રોટન, સોનપરી, દશેરી, વનરાજ, નિરંજન, લાલબાગ, તાઇવાન, આમ્રપાલી, આલ્ફોન્સો, બારામાશી અને અન્ય 10 નામ શામેલ છે. સાવંત હંમેશા નવી કેરીની જાતો શોધે છે. તેને આશા છે કે એક કે બે વર્ષમાં આ કેરીનું ઝાડ કલમ બનાવવાની ટેકનીકથી 100 જાતો ઉગાડશે.
Share your comments