બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી સામે આવી છે. માહિતી અનુસાર, સુમન કુમાર ઝાએ એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર પોતાની ઓનલાઈન કરિયાણાની દુકાન ખોલી નાંખી.
પિતા કરિયાણાની દુકાન ચલાવે છે, દીકરાએ પૈસા ખર્ચ્યા વગર જ બિઝનેસ શરૂ કર્યો, બીજાને પણ નોકરી આપી
સુમનએ Dr.MGR University ચેન્નાઈમાંથી અભ્યાસ કર્યો છે અને ડિજિટલ શોપ કોન્સેપ્ટ પર કામ કરવા માંગતો હતો. એકસાથે સંશોધન કર્યા પછી, તેણે બે એપ બનાવી.
સુમન કુમાર ઝાના જણાવ્યા મુજબ, “એપ દ્વારા લોકો માત્ર ઓનલાઈન કરિયાણું જ ખરીદી શકતા નથી પરંતુ જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે આ એપ દ્વારા પણ કમાઈ શકો છો.” પટણા, ખગૌલ અને બિહટામાં છેલ્લા 7 મહિનામાં 10 હજારથી વધુ ઓર્ડર આપીને સુમને 10 લાખની કમાણી કરી છે.
લોકોને રોજગારી મળી રહી છે
સુમન કુમારે જણાવ્યું હતું કે લોકો ખૂદ ઝીલા કોમ્યુનિટી લીડરશીપ એપ પર (Zila Community Leadership) નોંધણી કરાવી શકે છે અને પોતાની ઓનલાઈન કરિયાણાની દુકાન ખોલી શકે છે. ડિજિટલ કરિયાણાની દુકાન દ્વારા મળેલું કમિશન ભાગીદારોના ખાતામાં જમા થાય છે. ભાગીદાર એક મહિનામાં 5000 થી 15000 રૂપિયા સુધી કમાઈ શકે છે. સુમન કુમાર ઝા કહે છે, “લોકો ઘર આંગણે ડિલિવરી શરૂ કરી શકે છે અને પોતાની ઓનલાઈન કરિયાણાની દુકાન પણ શરૂ કરી શકે છે.”
સુમન કુમાર જણાવે છે કે, “અમારું લક્ષ્ય બિહારના 45,103 ગામો સુધી પહોંચવાનું અને દૂર ગામોના લોકોને ઉદ્યોગસાહસિક બનાવવા છે.”
આ પણ વાંચો - માછલી પાલન કરીને આ ખેડૂત બની ગયો લખપતિ
Share your comments