આજે ખેતીને એક પછાત વ્યવસાય માનવામાં આવે છે અને ખેડૂતોને પણ ઓછી આવકથી સંતોષ માનવો પડે છે. લખનઉના 2 ભાઈઓએ આ વ્યાખ્યા બદલી છે. આજે શશાંક અને અભિષેક આધુનિક ખેતી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. લખનઉમાં રહેતા શશાંક ભટ્ટ, જેણે MBA છોડી અને ખેતી કરવાની શરૂઆત કરી.
શશાંકના ભાઈ અભિષેકે B.Tech પૂર્ણ કરી તેના ભાઈ સાથે ખેતીમાં જોડાયા. ઉત્તર પ્રદેશ ખેતીની બાબતમાં પાછળ છે, તેમણે આધુનિક ખેતીની પદ્ધતિઓનું પાલન કર્યું અને નાના સ્તરે ખેતી શરૂ કરી. શરૂઆતમાં શશાંકે લીઝ પર 5 એકર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી, જ્યારે આજે શશાંક 22 એકરથી વધુ જમીનમાં ખેતી કરે છે.
Share your comments