Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ખેતીમાં કમાણી ન થઈ તો નર્સરી શરૂ કરી, હવે દર વર્ષે કરે છે 8 કરોડ બીજનું ઉત્પાદન, વિદેશમાં થાય છે સપ્લાય

કૃષિ ક્ષેત્રે અઢળક શક્યતાઓ રહેલી છે. જો સખત મહેનત અને ખંતથી કામ કરવામાં આવે તો તમે મોટી કમાણી કરી શકો છો. એટલું જ નહીં, સાથો સાથ અન્ય લોકોને પણ રોજગાર પુરી પાડી શકાય છે. બદલાતા સમયમાં ખેડુતો કૃષિ ક્ષેત્રે ઘણા પ્રયોગો કરી રહ્યા છે, જેનો તેમને લાભ પણ મળી રહ્યો છે.

Sagar Jani
Sagar Jani
Nursery
Nursery

કૃષિ ક્ષેત્રે અઢળક શક્યતાઓ રહેલી છે. જો સખત મહેનત અને ખંતથી કામ કરવામાં આવે તો તમે મોટી કમાણી કરી શકો છો. એટલું જ નહીં, સાથો સાથ  અન્ય લોકોને પણ રોજગાર પુરી પાડી શકાય છે.  બદલાતા સમયમાં ખેડુતો કૃષિ ક્ષેત્રે ઘણા પ્રયોગો કરી રહ્યા છે, જેનો તેમને લાભ પણ  મળી રહ્યો છે. આને કારણે, તે ખુશહાલી અને સમૃદ્ધિનું જીવન જીવી રહ્યા છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આજે અમે તમને આવા જ એક ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી હરબીરસિંહે અભ્યાસ પૂરો કર્યા પછી ખેતીનું કામ શરૂ કરી દીધું.  જો કે, થોડા સમય પછી તેમને સમજાય ગયું કે પરંપરાગત ખેતીમાં કોઈ ફાયદો નથી.  ખેતી કામ કાજ  દરમિયાન તેમને એવી ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, જેનાથી  પરંપરાગત ખેતીથી એમનું મન ઉઠી ગયું અને  તેમણે નર્સરી શરૂ કરવાનું વિચાર્યું .  વર્ષ 2005માં નાની જમીનથી નર્સરી શરૂ કરનાર હરબીરસિંઘ આજે 16 એકર જમીનની નર્સરીમાં બીજ અને રોપાઓ તૈયાર કરે છે.

તેમની નર્સરી દર વર્ષે 8 કરોડ બીજનું ઉત્પાદન થાય છે. દેશના ઘણા રાજ્યોમાં તેની સપ્લાયનકરવામાં આવે છે.  એટલું જ નહીં, યુરોપના દેશ ઇટાલીના ખેડૂતો પણ હરબીરની નર્સરીમાંથી પોતાના માટે બીજ અને રોપાઓ મંગાવે છે. આજે હરબીરે 100 જેટલા લોકોને રોજગાર પણ આપ્યો છે અને તે અસંખ્ય ખેડુતો માટે પ્રેરણારૂપ બની ગયા છે.  દરેક ઋતુની શાકભાજીનાં બીજ તેમની નર્સરીમાં તૈયાર કરવામાં આવે છે.

સંપૂર્ણ ધ્યાન નર્સરી પર

દૈનિક ભાસ્કરના સમાચાર મુજબ હરબીરે પરંપરાગત ખેતીથી શરૂઆત કરી હતી. પરંતુ થોડા સમય પછી તે સમજી ગયા કે આમાં આવકની કોઈ જ તક નથી.  આ સમય દરમિયાન તેણે મધમાખી ઉછેર શરૂ કર્યો હતો.  જો તે ફાયદાકારક રહ્યું તો ત્યારબાદ તેમને  મોટા પાયે કરવાનું શરૂ કર્યું.  હરબીર હવે એક શોખ તરીકે મધમાખીનો ઉછેર કરે છે અને તેનું સંપૂર્ણ ધ્યાન નર્સરી પર છે.

Nursery
Nursery

કેવી રીતે થઈ નર્સરીની શરૂઆત

પરંપરાગત ખેતી કરતી વખતે હરબીરને માત્ર એક જ વાર બીજની જરૂર હતી. તેઓ બીજ મેળવવા માટે પડોશી રાજ્ય પંજાબ પહોંચ્યા.  ત્યાં જતાં, ખબર પડી કે બીજનું બુકિંગ 3 મહિના અગાઉ કરવામાં આવે છે. આટલા લાંબા અંતરે પહોંચ્યા પછી, ખાલી હાથે પાછા આવતાં હરબીર સિંહે  નર્સરીની શરૂઆત કરી.

મશરૂમને પ્રોસેસ કરી બનાવી શકાય છે અનેક પ્રોડક્ટ, લાંબા સમય સુધી બગડશે નહીં અને વધુ કમાણી થશે

ઘરે પરત ફર્યા પછી તેણે ઓછી જમીનમાં મોસમી શાકભાજીની નર્સરી ઉભી કરી.  હરબીરે નર્સરી તૈયાર કરવા માટે કોઈ તાલીમ લીધી ન હતી, તેથી શરૂઆતમાં તેમને થોડું નુકસાન સહન કરવું પડ્યું હતું. પરંતુ બાદમાં તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની તાલીમ લીધા પછી સફળતા મેળવી નર્સરી કાર્ય શરૂ કર્યું.  ત્યારબાદ હરબીરે આ કામ મોટા પાયે શરૂ કર્યું.

ઇટાલી પણ બીજ મોકલે છે

હાલમાં હરબીર પોલિહાઉસમાં બીજ તૈયાર કરે છે.  તેમણે લગભગ 100 લોકોને રોજગાર આપ્યો છે.  તેઓ તેમના બીજના માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.  હરબીરની નર્સરીના  રોપાઓ અને બિયારણનોદેશભરના ખેડુતો ઉપયોગ કરી રહ્યા છે, અને એકંદરે સારો પાક મેળવી રહ્યા છે.  છેલ્લા કેટલાક સમયથી હરબીર ઇટાલી પણ બીજ મોકલી રહ્યા છે.

Related Topics

Hariyana Nursery export

Share your comments

Subscribe Magazine

More on Success Story

More