મુંબઈ સ્થિત એન્જિનિયર કૌસ્તુભ ધોંડે અને તેમનું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સ્ટાર્ટઅપ AutoNxt ઓટોમેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને 5G ટેક્નોલોજી દ્વારા સંચાલિત સ્વાયત્ત ટ્રેક્ટર પર કામ કરી રહ્યા છે અને 2024 સુધીમાં તેને લોન્ચ કરવા માટેની તૈયારમાં છે.
એક ખેડૂત પુત્ર કૌસ્તુભ ધોંડેએ ભારતનું પ્રથમ ઓટોમેટિક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવ્યું છે. કૌસ્તુભએ નાનપણથી જ ખેતીને નજીકથી જોઈ છે, તેના દાદા ખેડૂત હતા.તેથી તેઓ ખેતીમાં આવતી સમસ્યાઓ વિશે જાણતા હતા અને તેઓ જાણતા હતા કે આ કામ બિલકુલ સરળ નથી.
જ્યારે તેના પરિચિતો અને નજીકના ખેડૂતોએ તેમના ટ્રેક્ટર વેચવાનું શરૂ કર્યું, ત્યારે કૌસ્તુભ તેની પાછળનું કારણ જાણવા માંગતો હતો. તેને ખબર પડી કે ટ્રેક્ટરની જાળવણી કરવામાં ખેડૂતોને તેની ખરીદી કરતાં ઘણો વધુ ખર્ચ થાય છે. ટ્રેક્ટર ચલાવવા માટે ડ્રાઇવર શોધવું પણ સરળ નહોતું અને આ કામ પોતાની જાતે કરવાથી ખેડૂતોને આરોગ્યની સમસ્યા ઊભી થઈ હતી.
ઓટોમેટિક ટ્રેક્ટરની જરૂર કેમ છે?
કૌસ્તુભ ધોંડે સમજાવે છે, “ખેતરોમાં કલાકો સુધી ટ્રેક્ટર ચલાવવાથી ખેડૂતોની કરોડરજ્જુ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તે 5-6 વર્ષથી વધુ સમય સુધી ટ્રેક્ટર ચલાવી શકતો નથી. જેના કારણે આજના યુવાનો પણ આ કામ કરવા માંગતા નથી.
AI દ્વારા બનાવ્યુ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર
આ સમસ્યાને ઉકેલવા માટે, 27 વર્ષીય ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરે ઓટોમેટિક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવવાનું નક્કી કર્યું અને 2016માં તેનું સ્ટાર્ટઅપ ઓટોનેક્સ્ટ ઓટોમેશન શરૂ કર્યું. અહીં તેણે AI દ્વારા એક ટ્રેક્ટર બનાવ્યું જે ઇલેક્ટ્રિક છે અને તેને કોઈ ડ્રાઈવરની જરૂર નથી. તેનો અર્થ એ કે કોઈ વધુ જાળવણી નહીં, પેટ્રોલ અથવા ડીઝલનો ખર્ચ નહીં અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નહીં.
ફોન એપથી ચલાવી શકાય છે ટ્રેક્ટર
ખેડૂતો આ ટ્રેક્ટરને માત્ર એક ફોન એપથી ચલાવી શકે છે. તે ખેડાણ, લણણી, હૉલિંગ, છંટકાવ જેવા બહુવિધ ફાર્મ ઓપરેશન્સ કરી શકે છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની લાગત કિંમતમાં 4 ગણો ઘટાડો કરી શકે છે, જેથી તેમના નફામાં વધારો થશે.
આજે કૌસ્તુભ અને તેની ટીમ આ ટ્રેક્ટરને બજારમાં લાવવા માટે તૈયાર છે. જો તમને આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તમે www.autonxt.in ની મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચો:62 વર્ષની ગુજરાતી મહિલાએ ઘરે ડેરી ખોલી, એક વર્ષમાં 1 કરોડનું દૂધ વેચ્યું
Share your comments