પોરબંદરના બેરણ ગામનું એક દંપતી વિદેશમાં વસવાટ કરતું હોવા છતા તે હાઈ- ફાઈ સુવિધાવાળું જીવન છોડીને પોતાના વતન પાછા આવી ગયા છે અને હાલમાં પત્ની ભેંસ દોહે છે અને પતિ ખેતરમાં કામ કરે છે. તો ચાલો જાણીએ કે, આ કપલની કહાની શુ છે જાણીએ.
ઈગ્લેન્ડ છોડીને પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામમાં ખેતી-પશુપાલન કરીને રહેતા દપંતીએ માતા-પિતા સાથે રહીને ખેતીવાડી અને પશુપાલન કરી રહ્યા છે. રામદેવભાઈ ખુંટી અને તેમના પત્ની ભારતીબેન બંને લોકો પહેલા ઈંગ્લેન્ડમાં સારી નોકરી કરતા હતા. આ દંપતી 2010માં ઈંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ ઈન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા. તેમના પત્ની લંડન ઍરપોર્ટમાં બ્રિટીશ ઍરવેઝમાં ઍર હોસ્ટેસનો કોર્ષ કર્યો હતો.
આ સમય દરમિયાન બંન્ને પતિ-પત્નીને સારી જોબ પણ હોવાથી તેઓ સારી રીતે લંડનમાં જીવન જીવી રહ્યા હતા. દરમિયાન તેમના પરિવારમાં પુત્રનો જન્મ થયો હતો. આ વૈભવી જીવનશૈલી વચ્ચે પણ રામદેને પોતાના ગામડે રહેતા પોતાના માતા પિતાની ચિંતા સતાવતી હતી. કારણ કે તે પોતાના માતા પિતાના એકના એક સંતાન હતા. તેથી રામદે ખુંટીએ પોતાએ પોતાના વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આ વાત પત્નીને પણ કહી. બસ, પત્ની પણ તૈયાર થતા દંપતી લંડનની જીવનશૈલી છોડીને નાના એવા બેરણ ગામે રહેવા આવી ગયા.રામદેભાઈએ જણાવ્યું કે પિતાની ઉંમર થઇ ગઇ હતી અને મારા સિવાય કોઇ ન હતું. માતા-પિતાની સારવાર માટે વિદેશની લાખોની નોકરી છોડીને તેઓ વતન બેરણા પાછા ફર્યા હતા.
આજે ભારતીબેન દિવસમાં બે વખત છ ભેંસોને દોહવાનું કામ કરે છે. ખેતીકામમાં પતિને મદદ કરે છે. પરિવાર પશુપાલન અને ખેતીવાડીમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યો છે. આ દંપત્તી અત્યારે “લિવ વિલેજ લાઈફ વિથ ઓમ & ફેમિલી” નામની યુ ટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં તેઓ પોતાની ગ્રામ્ય જીવનશૈલી ખેતીકાર્ય, પશુપાલન સહિતના અલગ-અલગ વીડિયો મુકે છે. આ ચેનલના આજે 97 હજારથી વધુ સબ્સક્રાઈબર્સ છે.
Share your comments