સોમવારે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ 2021 પરિણામ જાહેર કર્યું હતુ, જેમાં ઉત્તર પ્રદેશની શ્રુતિ શર્માએ ટોપ રેન્ક મેળવ્યો છે, સાથે અંકિતા અગ્રવાલ, ગામિની સિંગલા અને ઐશ્વર્યા વર્મા ટોચના રેન્ક પર છે. જણાવી દઈએ કે આ વર્ષે ટોપ-4 રેન્ક છોકરીઓએ હાંસલ કરી છે.
શ્રુતિ શર્મા ઉત્તર પ્રદેશના બિજનૌરના ધામપુરની રહેવાસી છે, તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તો ત્યાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતુ કે, "મારા માટે આ ખૂબ જ ખુશીની લાગણી છે. મને રેન્ક 1ની અપેક્ષા ન હતી. હું ખૂબ જ ચિંતિત હતી, પરંતુ તે એક સુખદ આશ્ચર્ય હતું. હું ખૂબ જ ખુશ છું, પરંતુ મારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કે મેં પરીક્ષા પાસ કરી અને પરીક્ષામાં ટોપ પણ કર્યું."
બીજા પ્રયાસમાં પાસ થયા (UPSC CSE 2021 TOPPER)
તમને જણાવી દઈએ કે શ્રુતિએ UPSC પરીક્ષા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ પ્રથમ પ્રયાસમાં તે સફળ ન થઈ શકી. આ તેનો બીજો પ્રયાસ હતો. પ્રથમ પ્રયાસમાં તે માત્ર એક પોઈન્ટ પાછળ હતી, પરંતુ કહેવાય છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. આ હારથી તેણી નબળી પડી ન હતી, પરંતુ તેણી વધુ મહેનત સાથે આગળ આવી હતી અને આ વખતે તેણીએ ઓલ ઈન્ડિયા રેન્ક 1 (AIR 1) હાંસલ કરીને તેણીનું અને તેના પરિવારનું સપનુ સાકાર કર્યું હતું.
નાનપણથી જ અભ્યાસમાં રસ હતો (UPSC CSE 2021 TOPPER)
શ્રુતિએ જણાવ્યું કે બાળપણથી જ તેને અભ્યાસમાં રસ હતો. તેમના ઘરનું વાતાવરણ હંમેશા અભ્યાસનું રહ્યું છે. તેની માતા તેના અભ્યાસ માટે હંમેશા કડક રહેતી હતી, અને શ્રુતિને તેની સફળતામાં ઘરના વાતાવરણ દ્વારા મદદ મળી.
આ પણ વાંચો:સફળ ખેડૂતે આર્થિક સ્થિતિ સુધારવાનો રામબાણ ઉપાય જણાવ્યો
Share your comments