કોરોના મહામરીને દોઢ વર્ષ થવા આવ્યું છે. ભારતમાં પ્રથમ લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારથી ગણતરી કરીએ તો પણ કોરોના મહામારીને 14 મહિના થઈ જશે. લોકડાઉન દરમિયાન વિશ્વભરના લોકોએ કોરોના કપરા સમયગાળો ને એક તકમાં પરિવર્તિત કર્યો છે. ઘણા લોકોને કમાણીના અનેક રસ્તાઓ શોધી કાઢ્યા તો કેટલાક લોકોએ પોતાના શોખને વ્યવસાયમાં ફેરવ્યો, ઘણાં લોકોએ નવી નવી ચીજો શીખી, અન્ય રીત મળી, ઘણા લોકોએ આ સમય દરમિયાન પોતાનો શોખ બદલીને વ્યવસાયમાં ફેરવ્યો, ઘણા લોકો નવી વસ્તુઓ શીખ્યા અને ઘણા લોકોએ નવીનતાનું એક અનોખું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે.
આવું જ એક ઉદાહરણ ઓડિશાના ભુવનેશ્વરમાં જોવા મળ્યું છે, જ્યાં એક મહિલાએ તેના ઘરના ટેરેસને ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગમાં ફેરવી દીધુ છે. મહિલાએ ટેરેસ પર તુલસી, આદુ, લીમડો, ગિલોય, અજમો અને લીંબુ જેવા જૈવિક છોડ રોપીને વાતાવરણને શુદ્ધ બનાવ્યું અને તેમની મદદથી તેના કુટુંબના કોરોના મુક્ત રાખવામાં પણ તેઓ સફળ રહ્યા હતા.
લીમડો, ગિલોય, તુલસી, આદુ, લીંબુ જેવા વૃક્ષો વાવ્યા
આપણે વાત કરી રહ્યા છીએ ઓડિશાના સીમા બિસ્વાલની જેમણે લોકડાઉન દરમિયાન તેમણે પોતાના ગાર્ડનિંગના શોખ વધાર્યો. અને એવું થયું કે કોરોનાને લીધે તેમણે લોકડાઉનના સમયગાળા દરમિયાન તેમની પાસે ઘણો સમય બચતો હતો. આથી તેમણે વધારાના સમયમાં પોતાના ઘરની છત પર 'કિચન ગાર્ડનિંગ' કરવાનું મન બનાવી લીધું.
કિચન ગાર્ડન : આપણી રસોઇનો એક ઉત્તમ બગીચો
તેમણે પોતાના ઘરની છત ઉપર તુલસી, આદુ, લીમડો, ગિલોય, લીંબુ જેવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતા અનેક ગુણકારી છોડવા રોપ્યા. આજે પોતાના કિચન ગાર્ડનમાંથી સીમા મલ પોતાની જરૂરિયાતની તમામ શાકભાજી લઈ રહી છે ઉપરાંત તેઓ ઔષધય ગુણ વાળા છોડમાંથી ઉકાળો તૈયાર કરી તેના પરિવારના લોકોને પીવડાવે છે.
કિચન ગાર્ડન: એક સાથે મળશે ઘણા બધા ફાયદા
સીમા જણાવે છે કે તેણે પોતાના ઘરની છત પર હળદર, તુલસી, અજમો જેવા તમામ છોડ રોપ્યા છે. બીજી બાજુ શાકભાજીમાં દૂધી, મરચા, સરગવો, લીંબુ વગેરેનાં છોડ પણ ઉગાડ્યા છે. સીમા કહે છે કે કિચન ગાડનિંગમાં સમય પસાર કરવાથીનમાત્ર શારીરિક કસરત જ નહીં, પરંતુ મન પણ સ્ફૂર્તિમય રહે છે.
તેઓ વધુમાં જણાવે કે છોડની વચ્ચે રહેવું, તેમને અનુભવું અને છોડ સાથે વાત કરવી ખૂબ જ અનોખી લાગણી આપે છે. જ્યારે પણ હું મારા કિચન ગાર્ડનમાં આવું છું, છોડ જાણેકે મને આવકારે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ઘરમાં બંધ લોકોએ પૈસા કમાવવા માટે અલગ અલગ ઉપાયો શોધી કાઢ્યા છે. તો કેટલાક લોકોએ પોતાના શોખને વ્યવસાયમાં ફેરવ્યો, ઘણાં લોકોએ નવી નવી ચીજો શીખી, અન્ય રીત મળી, ઘણા લોકોએ આ સમય દરમિયાન પોતાનો શોખ બદલીને વ્યવસાયમાં ફેરવ્યો, ઘણા લોકો નવી વસ્તુઓ શીખ્યા અને ઘણા લોકોએ નવીનતાનું એક અનોખું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. આજે અહીં આવા જ એક મહિલાનું ઉદાહરણ પૂરું પાડીમાં આવ્યું છે.
કિચન ગાર્ડન એટલે શું?
કિચન ગાર્ડન ઘરના અન્ય બગીચા કરતા થોડોક અલગ રીતે તૈયાર કરવો જે જેમાં કોઇપણ શાકભાજી ઉગાડો છો. જેનો ઉપયોગ તમે રસોડામાં કરી શકો. કિચન ગાર્ડન એટલે કે બાહ્ય રસોઇ બગીચો કે જેમાં સૂર્ય પ્રકાશ સારી માત્રામાં પડતો હોય અને સાથે પાણીની નીક હોય. ત્યાર બાદ આ જમીનને સરખા ભાગોમાં વહેંચી લો. તેમાં પસંદગી પ્રમાણે યોગ્ય ફળ અને શાકભાજી વાવો. આ રસોડા બાગમાં બીનજરૂરી શાકભાજીનો કચરો નાંખી જૈવિક ખાતરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. બાહ્ય કિચન ગાર્ડનને નાની જગ્યા તેમજ આજુબાજુ બીનજરૂરી વાડામાં તેમજ ઘરની પાછળ બનાવી શકાય છે. આ રસોડા બાગ આર્થિક રીતે ખૂબ જ લાભદાયી હોય છે. કારણ કે જ્યારે શિયાળુ તથા ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ખૂબ જ વધારે (આસમાને) હોય છે. તો આવા સમયમાં આપણે શાકભાજી તાજી અને સ્વચ્છ મળે છે.
Share your comments