ગુજરાતના સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી પાયલોટ બની. આ પરિવારમાં માત્ર એક પુત્રી જ છે. પિતાએ પુત્રીને ભણાવવા માટે કોઈ પણ સરકારી લોન પણ લીધી નથી અને પોતાની જાત મહેનતથી પુત્રીને ભણાવી ગણાવીને એક સફળ પાયલોટ બનાવી છે
સુરતમાં રહેતી મૈત્રી પટેલ જે અમેરિકામાં પાયલોટનુ ભણવા માટે અમેરીકા જઈ હતી તેણે પાયલોટનુ ભણતર અમેરિકામાં પૂર્મ કર્યુ છે જે બાદ હવે તે સૌથી નાની ઉમરની પાયલોટ બનીને પોતાના વતન પાછી ફરી છે. દીકરી આટલી નાની ઉંમરે પાયલોટ બનવાને કારણે માતા -પિતાની ખુશીની કોઈ સીમા નથી. મૈત્રીના પિતા કાંતિભાઈ પટેલ અને માતા રેખા પટેલે દીકરીનું પાયલોટ બનવાનું સપનું પૂરું કરવા માટે પોતાની ખેતી પણ વેચી દીધી હતી.
મૈત્રી પટેલે ધોરણ 12 માં અભ્યાસ કર્યા બાદ પાયલોટ બનવા માટે અમેરિકા ગઈ હતી અને મૈત્રીએ પયલોટ બનવાની તાલીમ માત્ર 11 મહિનામાં જ પૂરણ કરીને દેશની સૌથી નાની વયની પાયલોટ બનીને અમેરિકાથી ભારત પરત ફરી છે મૈત્રીએ 11 મહિનામાં પોતાની તાલીમ પૂરી કરી અને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું છે. દિકરી પાયલોટ બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
મૈત્રી પટેલે જણાવ્યું કે જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેણે પાયલોટ બનવાનું સપનું જોયું હતું. તે સ્વપ્ન હવે 19 વર્ષની ઉંમરે પૂરું થયું છે. મૈત્રી હવે ભવિષ્યમાં કેપ્ટન બનવા માંગે છે અને પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે.
એક સમય હતો જ્યારે મૈત્રીના પિતાએ તેને પાયલોટ ટ્રેનિંગ મેળવવા માટે બેંકો પાસેથી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને કોઈ પણ બેંકમાંથી લોન મળી ન હતી. બેંકમાંથી લોન ન મળતા પિતાએ પુત્રીનું પાયલોટ બનવાનું સપનુ પૂર્ણ કરવા માટે બાપ દાદાની જમીન વેચવા માટે મજબૂર બન્યા હતા અને પોતાની જમીન વેચીને દિકરીની ફી ભરી અને પાયલોટ બનાવી.
સામાન્ય રીતે, વ્યાપારી વિમાન ઉડાવવાની તાલીમ 18 મહિનામાં પૂર્ણ થાય છે અને ઘણા લોકો 18 મહિનામાં પણ તાલીમ પૂર્ણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, તેમના માટે 6 મહિનાની તાલીમ લંબાવવામાં આવે છે. પરંતુ મૈત્રી પટેલે માત્ર 11 મહિનામાં કોમર્શિયલ પાયલોટ બનવાની તાલીમ પૂરી કરી.
એવું કહેવામાં આવ્યું હતું કે મૈત્રી પટેલને અમેરિકામાં વ્યાપારી વિમાન ઉડાડવાનું લાયસન્સ મળી ગયું છે, પરંતુ ભારતમાં વિમાન ઉડાવવા માટે, અહીંના નિયમો અનુસાર તાલીમ લાયસન્સ લેવું પડશે.
મૈત્રી અહીં ટ્રેનિંગ લાયસન્સ મેળવતાં જ ભારતમાં વિમાન ઉડાવી શકશે. માત્ર 19 વર્ષની ઉંમરે પાયલોટ બનીને મૈત્રી પટેલ દેશની સૌથી નાની પાઇલટ બની છે.
Share your comments