Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ગામડામાં રહીને પણ આ પરિવાર બન્યો કરોડપતિ, વિદેશીઓ પણ જોવા આવે છે તેની કામ કરવાની પદ્ધતિ

આજના જમાનામાં લોકો પૈસા કમાવવા માટે ગામડુ છોડીને શહેર તરફ પલાયન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીયે જે ગામડામા રહીને બન્યા છે કરોડપતિ. તેમના ઘરમાં મોટા ભાગના લોકો શિક્ષિત છે કોઈની પાસે BBA તો કોઈની પાસે B.COMની ડિગ્રી છે આટલુ ભણેલા હોવા છતા આ પરિવારના તમામ સભ્યો ગામડામાં રહેવાનું પસંદ કરે છે. તો આવો જાણીએ આ પરિવાર વિશે વિગતે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Father And son
Father And son

આજના જમાનામાં લોકો પૈસા કમાવવા માટે ગામડુ છોડીને શહેર તરફ પલાયન કરતા હોય છે.  પરંતુ આજે અમે તમને એવા પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીયે જે ગામડામા રહીને બન્યા છે કરોડપતિ. તેમના ઘરમાં મોટા ભાગના લોકો શિક્ષિત છે કોઈની પાસે BBA તો કોઈની પાસે B.COMની ડિગ્રી છે આટલુ ભણેલા હોવા છતા આ પરિવારના તમામ સભ્યો ગામડામાં રહેવાનું પસંદ કરે છે. તો આવો જાણીએ આ પરિવાર વિશે વિગતે.

આ પરિવાર જૂનાગઢ જિલ્લાનો છે જે કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે. જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદપરા, પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે. આ પરિવાર ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે. જો આ પરિવારના પુત્રોની વાત કરવામાં આવે તો એકની પાસે BBA અને બીજાની પાસે B.COM ની ડિગ્રી છે છતા તેઓ બન્ને ભાઈઓ શહેરમાં નોકરી કરવા માંગતા નથી અને પિતાના પશુપાલનના વ્યવસાયમાં જોડાઈ ગયા છે અને ગામડામાં રહીને પિતાની સાથે મળીને ખેતી કરીને એક સુખમયી જીવન ગાળી રહ્યા છે

આ પરિવારનો આજે પશુપાલનનો સારો એવો વ્યવસાય જામી ગયો છે તેમની પાસે હાલમાં 105 ગાય છે અને આ ગાયો મારફતે દરરોજ 250 લિટર દુધનું ઉત્પાદન કરી રહ્યા છે. આ દુધમાંથી તેઓ દુધની પ્રોડ્કટ બનાવીને વિદેશમાં વેચીને તગડો નફો કરી રહ્યા છે. દુધમાંથી બનાવેલ તેમની પ્રોડક્ટની વિદેશમાં ખુબજ માંગ છે. દુધની પ્રોડક્ટ સાથે – સાથે તેઓ ખેત પેદાશો જેવી કે અનેક પ્રકારની દાળ પકવે છે અથવા તો અન્ય કોઈ ખેત પેદાશો પકવે છે તેનું ઘરે જ પેકિંગ કરી પણ વેચાણ કરે છે.

farmer Family
farmer Family

આ પરિવારનું પુત્રવધુ પણ ગામડામાં જ રહીને પશુપાલનમાં મદદ કરે છે. પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રધ્ધાએ BBA કર્યું છે. નાના પુત્ર કિશનની પત્નીએ બીકોમ કર્યું છે. વંદના અને શ્રધ્ધા સાથે રહીને ગામડામાં ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓમાં પોતાના પતિને હોંશભેર મદદ કરે છે. આ પરિવાર ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે.

પરસોત્તમભાઈ કહે છે કે, આજના યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે.

આ પરિવારે પ્રથમ 2 ગાયથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. અને આજે 100 જેટલી નાના મોટી ગાયો તથા ગોવંશ દ્વારા પતાની 36 વીઘા જમીન અને બીજા ખેડૂતોની 150 વિઘા જમીન મળી અંદાજે 200 વીઘાની આસપાસ ગાય આધારિત ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેને જોવા માટે વિદેશીઓ પણ આવે છે

આ પણ વાંચો - રાજકોટના ડોક્ટરે ડોક્ટરી છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી, કમાણી છે લાખોમાં

આ પણ વાંચો - આ પાંચ લોકોએ બનાવ્યુ પોતાના ડેરી ફાર્મ, આપે છે અમુલ ને ટક્કર

Share your comments

Subscribe Magazine

More on Success Story

More