આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ કે પોતાના પરિવારની જવાબદારીઓ સંભાળતી હોય છે અને પરિવારનું ગુજરાન પણ ચલાવતી હોય છે. તેવો જ કિસ્સો મહારાષ્ટ્રના નાસિકના નિફડ તાલુકામાં 46 વર્ષની સંગીતા બોરસતે સાથે થયો હતો.
સંગીતાએ જણાવ્યું હતું કે તેના લગ્ન અરુણ સાથે થયા હતા. થોડા સમયમાં જ સંગીતાના પતિનું અચાનક જ અવસાન થઇ ગયું હતું. તે બેંકના કર્મચારી હતા. સંગીતા પાસે દસ એકર જમીન હતી એટલે તેના પતિએ બેન્કમાં નોકરી બંધ કરીને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. આથી થોડા સમયમાં ખેતીમાં નુકસાન થયું અને પૈસાની પણ અછત પડી તો પણ તેમને હાર માન્યા વગર ખેતી ચાલુ રાખી હતી.
સંગીતાના પરિવારમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હતા, અને જે ઉછીના પૈસા લીધા હતા તેની પણ જવાબદારી સંગીતા પર આવી ગઈ હતી. સંગીતાની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેને ઘણી સમસ્યા ઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સંગીતાએ તેના ખેતરમાં દ્રાક્ષની ખેતી શરૂ કરી હતી અને તે દ્રાક્ષ બજારોમાં પણ પહોંચાડવા લાગી હતી.
પતિના અવસાન બાદ ઘરની તમામ જવાબદારી સંગીતાબેન પર આવી ગઈ બાળકોના ઉછેર માટે સંગીતાબેન સગાસંબધીઓ પાસેથી આર્થિક રીતે મદદ માંગતી પરંતુ તેમાં પણ તેમની પર દિવસેને દિવસે દેવુ વધતુ ગયુ સંગીતાબેન દિવસે ને દિવસે દેવાદાર બનતી ગઈ બાદમાં સંબગીતબેને તેમના ખેતરમાં ખેતી કરવાનું શરૂ કર્યુ અને આજે તે આર્થિક રીતે ઘણ સધ્ધર છે આજે સંગીતાબને દ્રાક્ષની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સંગીતાબેન તેમના ખેતરમાં દ્રાક્ષની ખેતી કરી વર્ષે 15 લાખ રૂપિયાનો નફો મેળવી રહ્યા છે.
Share your comments