આજે અમે એક 10 વર્ષની બાળકી જે બેંગ્લોરમાં રહે છે તેના વિશે જણાવીશુ આ બાળકીએ એક એવા પ્રકારના કાગળ બનાવ્યા છે જે સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે. તો ચાલો જાણીએ આ બાળકી વિશે.
આ બાળકીનું નામ માન્યા છે જે બેંગ્લોરની વિબગ્યોર હાઇ બીટીએમ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. માન્યા એ બાળપણથી જ તેના દાદા-દાદીના સાથે ઉછરી છે માન્યા એ પર્યાવરણપ્રેમી છે તેને પર્યાવરણ સાથે ખુબજ લગાવ છે. લોકો પર્યાવરણ બચાવવાને લઈને જાગૃત બને તે માટે માન્યાએ આટલી નાની ઉમરમાં એક બ્લોગ પણ બનાવ્યો છે અને પ્રકૃતિના વિષય પર ઘણા બધા પુસ્તકો પણ લખી ચુકી છે.
તાજેતરમાં માન્યા કચરાં અને પ્રદૂષણની સતત વધતી જતી સમસ્યાને હલ કરવાના અભિયાનનો એક ભાગ રહી હતી. તેમણે માર્કોનહલ્લી ડેમ અને વરકા બીચ પર ક્લિન-અપ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. તેને વર્ષ 2020માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. માન્યાએ લોકોને જાગૃત કરવા માટે એનિમેટેડ શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું કારણ કે આટલી નાની ઉંમરે આજ સુધી કોઈએ આવું કંઈ કર્યું જ ન હતું.
વૃક્ષો બચાવવાની અનોખી રીત
માન્યાએ કોઈ પણ જાતના ખર્ચ વગર વૃક્ષો બચાવવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો. દસ ડુંગળીની છાલમાંથી તે બે થી ત્રણ A4 સાઈઝના કાગળો બનાવે છે. આ કાગળ બનાવવાને લઈને માન્યા કહે છે, “મેં વિચાર્યું કે ઘરના રસોડામાંથી કચરા સાથે શું કરી શકાય? આખરે મેં આ કચરામાંથી કાગળ બનાવવાની રીત શોધી કાઢી, અને પછી કચરામાંથી કાગળ બનાવવાનું નક્કી કર્યું.”
આ રીતે બનાવે છે છાલમાંથી કાગળ
માન્યાએ એક ખાનગી ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે છાલમાંથી કાગળ બનાવવા માટે આ રીતે કરો.
- સૌ પ્રથમ, શાકભાજીની છાલ કચરાપેટીમાં ફેંકવાને બદલે એક જ જગ્યાએ એકત્રિત કરો.
- વિવિધ રંગના કાગળ માટે છાલ અલગ-અલગ રાખવાની હોય છે.
- પછી, આ છાલને કૂકરમાં પાણી અને એક ચમચી બેકિંગ સોડા સાથે 3 કલાક માટે પકાવી લો.
- 3 કલાક પછી, મિશ્રણને મિક્સરમાં નાખીને પીસી લો.
- તેમાં થોડું પાણી પણ ઉમેરો.
- હવે આ પલ્પને સપાટ જગ્યાએ ફેલાવો.
- મિશ્રણમાં પાણી હોય તો તેને સૂકવવા માટે પાતળા સુતરાઉ કાપડ અથવા ચાળણી પર ફેલાવવામાં આવે તો તે વધુ સારું છે.
- તેને આખી રાત આ રીતે સુકાવા દો.
- સવારે રંગીન કાગળ તૈયાર થઈ જશે.
Share your comments