Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

હિંમતનગરનો ખેડૂત આ ખેતી કરી કમાય છે અધધ આટલા બધા રૂપિયા

પરંપરાગત ખેતીથી હટીને કંઈક નવું કરતા પ્રગતિશીલ ખેડૂતો હંમેશા મોટી કમાણી કરતાં હોય છે. હિંમતનગરના રુપાલ કંપા ગામના ખેડૂતનું પણ આવું જ કંઈક છે. માત્ર એક એકર જમીનમા હળદળની ખેતી કરી કમાય છે 3.50 કરોડ રૂપિયા.

Sukhadev Thakor
Sukhadev Thakor

પરંપરાગત ખેતીથી હટીને કંઈક નવું કરતા પ્રગતિશીલ ખેડૂતો હંમેશા મોટી કમાણી કરતાં હોય છે. હિંમતનગરના રુપાલ કંપા ગામના ખેડૂતનું પણ આવું જ કંઈક છે. માત્ર એક એકર જમીનમા હળદળની ખેતી કરી કમાય છે 3.50 કરોડ રૂપિયા.

ઈઝરાયેલી ટેકનોલોજીથી ખેતી

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ તેમજ સૌથી પહેલો ઇઝરાયેલી ટેકનોલોજી અંતર્ગત હળદરની ખેતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપા ગામે શરૂ કરી છે. જેના પગલે ખેડૂતને કરોડોની આવક થાય છે. સામાન્ય રીતે હળદરની ખેતી માટે પ્રકાશની જરૂરિયાત રહેતી હોય છે. તેવા સંજોગોમાં રૂપાલ ગામના ખેડૂતે ઇઝરાયેલી ટેકનોલોજી અંતર્ગત સો એકર જમીનમાં મહુવાથી હળદરને માત્ર એક એકરમાં વાવી આવક તેમજ ઉત્પાદનમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. ગાંભોઈ વિસ્તારના રૂપાલ કંપા ગામે ખેડૂતે હળદરની ખેતી માટે નેટ હાઉસનો ઉપયોગ કર્યો છે.
આ ખેતીમાં અલગ અલગ છ જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે. સામાન્ય સંજોગોમાં એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતાં ખૂબ વધુ ઉત્પાદન ઇઝરાયેલી ટેકનોલોજી અંતર્ગત મળી શકે છે. આ ટેકનોલોજી થકી પાણી, મજુરી, વીજળી તેમજ જમીનનો પણ બચાવ થાય છે જેથી પાક પણ વિશિષ્ટ રૂપે પ્રાપ્ત થઇ શકે છે અને બજાર કિંમત પણ અન્ય પાક કરતા સવિશેષ મળી શકે છે.

હિંમતનગર તાલુકાના રૂપાલ કંપા ગામમાં બાગાયતી ખેતીમાં ગામ મોટું નામ ધરાવે છે. પરંતુ આ ગામે ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઇઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી શરૂ કરી છે. આ ગામમાં ખેડૂત ચંદ્રકાંતભાઈએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી શરૂ કરી છે. સીધી જમીન પર ખેતી કરે તો ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે ત્યારે ઈઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાં ચાર ગણું ઉત્પાદન મેળવી શકાય છે. આ જ કારણ છે કે તેમણે ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અપનાવી છે.

1 એકરમાં 50-60 ટન હળદરની સામે આ ટેક્નોલોજીની મદદથી 500-800 ટન હળદર મેળવશે.


સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધુમાં વધુ 50થી 60 ટન હળદરનું ઉત્પાદન થાય છે. જ્યારે ઇઝરાયેલી ટેકનોલોજીની મદદથી 600 ટનથી વધારેનું ઉત્પાદન મેળવી શકાય છે. જેથી એક એકર જમીનમાંથી ત્રણ કરોડથી વધારેની આવક ખેડૂત મેળવી શકે છે. હવે આસપાસના ખેડૂતો પણ હવે રૂપાલ કંપાના નેટ હાઉસની મુલાકાત લઇ ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે.

4 એકરના ખેતરમાં ગ્રીન હાઉસ બનાવી હળદરનું વાવેતર કર્યું.


રૂપાલ કંપા ગામના ખેડૂત ચંદ્રકાંત પટેલે ચાર એકરમાં ખેતરમાં આશરે 10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને સ્વાસ્થ્ય વર્ધક માનવ દવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતા મસાલા પાક એવા હળદરના ખેતી શરૂ કરી છે. આ માટે તેઓેએ હાઈટેક વર્ટિકલ ફાર્મિગ હેઠળ કોન્ટ્રેક ફાર્મિંગ ખેતી માટે ગ્રીન હાઉસમાં જમીન પર સ્કલ્ચર બનાવી ગેલ્વેનાઈઝ ટ્રે સિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખી હળદરનું વાવેતર કર્યું છે. આ પ્રકારે તેમને એક જ વાવણીમાં ત્રણ સાડા ત્રણ કરોડ રુપિયાની આવક થશે.

જોકો એક તરફ દિન-પ્રતિદિન ખેડ, ખાતરને પાણી મોંઘા થઈ રહ્યા છે, તેવા સમયે ઇઝરાયેલી ટેકનોલોજીથી ખેતી કરવા માટે ગ્રીનહાઉસ તેમજ નેટ હાઉસ બનાવવા પણ મોટો ખર્ચ કરવો પડે છે તે દરેકને પોષાય તેમ ન પણ હોઈ શકે. જોકે એકવાર રોકાણ કર્યા પછી થોડા સમયમાં જ તેના પરિણામ મળે છે તેમજ ખેતી માટે થતાં અન્ય ખર્ચામાં પણ ઘટાડો આવે છે જેમ કે આ ટેકનોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે ડ્રિપ ઈરીગેશનનો ઉપીયોગ કરવામાં આવ્યો છે. જેથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ આધુનિક ખેતીમાં પાણીથી માંડી મજૂરી અને વીજળીનો પણ બચાવ થાય છે. ત્યારે આ પદ્ધતી અપનાવવા માટે નાના ખેડૂતોને પણ જો રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર તરફથી સબસિડી કે યોજના હેઠળ મદદ મળી રહે તો ચોક્કસથી આપણાં ખેડૂતોની આવક અનેકગણી વધી શકે છે અને તેઓ પણ મોટી સિદ્ધિ મેળવી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More