Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

ટૂંક સમયમાં જ ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો,મેડ ઇન ઇન્ડિયા ફ્લાઇંગ કાર થશે જલ્દી જ લોન્ચ

આજ કાલ તમામ દેશમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ વધી રહી છે અને ભારત જેવા દેશમાં ટ્રાફિકની સમસ્યા ખુબજ છે જે તમે બધા જાણો જ છો તો તમને જણાવી દઈએ કે ભારતીયોને આમાથી ખુબજ જલદી છુટકારો મળવાનો છે કારણ કે ભારતમાં ટુંક સમયમાં જ હાઈબ્રીડ કાર લોન્ચ થવાની છે આ કાર મારફતે તમે ખુબ જ ઓછા સમયમાં જ્યાં જવાનુ છે ત્યા જઈ શકશો. આ કાર ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર લોન્ચ કરવા જઇ રહી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
flying car

આ ઉડતી કારનો ઉપયોગ મેડિકલ ઇમર્જન્સી સેવા માટે પણ કરી શકાશે. Vinata Aeromobility 5 ઓક્ટોબરે હાઇબ્રિડ ફ્લાઇંગ કાર લોન્ચ કરશે. વિશ્વના સૌથી મોટા હેલિટેક એક્ઝિબિશન – એક્સેલ, લંડનમાં Vinata Aeromobility ફ્લાઇંગ કાર લોન્ચ કરવા માટે તૈયાર છે.

કારની ખાસિયત

  • ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આ કારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપવામાં આવી છે.
  • આ સાથે, કારની ડ્રાઈવિંગ અને ફલાઈંગ વધુ સારી બનશે.
  • કંપનીનો દાવો છે કે આ કાર શાનદાર છે.
  • તે બહારથી પણ દેખાવમાં ખૂબ જ સારી છે.
  • GPS ટ્રેકર પણ આપવામાં આવ્યું છે.
  • આ સાથે બોર્ડ પર મનોરંજનની સુવિધા પણ આપવામાં આવી છે.
  • કારમાં પેનોરેમિક વિન્ડો કેનોપી આપવામાં આવી છે.
  • આમ 360-ડિગ્રી વ્યૂ મળે છે.
flying car
flying car
  • આ કારનું વજન આશરે 1100 કિલો છે અને તે 1300 કિલો જેટલું વજન લઈને ઉડી શકે છે.
  • Vinata Aeromobilityની આ હાઇબ્રિડ કાર જમીન પર પણ દોડી શકશે અને આકાસમાં પણ ઉડી શકશે.
  • ઝડપ 100-120 કિમી/કલાક સુધી જઈ શકે છે.
  • મહત્તમ ફ્લાઇટનો સમય 60 મિનિટ છે અને તે 3,000 ફૂટ ઊંચે સુધી જઈ શકે છે.
  • આ કાર બાયો-ફ્યુઅલનો ઉપયોગ કરે છે.
  • તેમાં ઘણી મોટર્સ અને પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે.
  • જો એક અથવા વધુ મોટર્સ અથવા પ્રોપેલર્સ ફેલ થાય છે તો પણ તે સુરક્ષિત રીતે ઉતરશે.
  • પાવર ખતમ થાય તો બેકઅપ પાવરમાંથી મોટરને ઈલેક્ટ્રીસીટી આપવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More