એનએસઓ દ્વારા યોજાયેલ વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધામાં 140 વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યો સાથે ભાગ લીધો
રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સહયોગથી ભાવનગરમાં 16મી ફેબ્રુઆરી 2023ના રોજ વર્કશોપ અનેક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય અધિકૃત આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે માહિતગારકરવાનો તેમજ NSO અને તેની પ્રવૃત્તિઓ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો. યુનિવર્સિટી કેમ્પસના સેનેટ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં એમ કે ભાવનગર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોના 140 જેટલા વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યો સાથે ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી એસ કે ભાણાવત, પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં શ્રી એસ કે ભાણાવત, પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડાએ નીતિ ઘડતરમાં સત્તાવાર આંકડાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. એમ.એમ.ત્રિવેદીએ આ કાર્યક્રમ માટે NSOનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓને ભવિષ્યની સારી સંભાવનાઓ માટે આ કાર્યક્રમ દરમિયાન વહેંચાયેલા જ્ઞાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
ડૉ. ઉમેશ એમ રાવલ, ઓએસડી પરીક્ષણ અને પ્રો. અને વિભાગના વડા, સ્ટેટિસ્ટિક્સ વિભાગ, એમ.જે. કૉલેજ ઑફ કોમર્સ, ભાવનગર વિદ્યાર્થીઓને ભણતર પર ભાર આપવા પ્રેરિત કર્યા હતા. ડૉ. સંજય શ્રીવાસ્તવ, પ્રો. અને વિભાગના વડા, સ્ટેટિસ્ટિક્સ વિભાગ, સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ભાવનગર એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રીમતી. એચ બી જાજલ, વરિષ્ઠ આંકડાકીય અધિકારી અને પેટા-પ્રાદેશિક કચેરીના ઇન્ચાર્જે એનએસઓ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સર્વેક્ષણો અને આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ક્વિઝનું સંચાલન વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓ કુ. કુણાલી અને કુ. એન ઈ. નવીના દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી એ જે પરમાર, મદદનીશ નિયામક, પ્રાદેશિક કચેરી, અમદાવાદ તેમજ પેટા-પ્રાદેશિક કચેરીના અન્ય અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના શ્રી ગલીયા મિહિર અને શ્રી ભાવેશ દિહોરાની ટીમ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બની હતી. એમ.જે.કોલેજ ઓફ કોમર્સની ટીમમાંથી શ્રી ગારીયા પ્રણવ જે અને શ્રી દિગેશ ગહાદરા અને સર પી પી ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની ટીમમાંથી શ્રી ઘઘલકા હર્ષ અને શ્રી ભટ્ટ માધવ અનુક્રમે ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ રહ્યા. આ વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. ક્વિઝમાં ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીઓને સહભાગીતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Rizwan Shaikh (FTJ)
Plot No. 484/2,
Sector. 12 B,
Gandhinagar, Gujarat.
Pin : 382006
Mob : 9510420202
આ પણ વાંચો: મત્સ્યોદ્યોગ વિભાગ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સાગર પરિક્રમાના ત્રીજા તબક્કાના કાર્યક્રમનું આયોજન કરશે
Share your comments