Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Yoga Day: જાણો શું છે યોગ દિવસનું ઇતિહાસ, 21 જૂનની તારીખ શા માટે કરવામાં આવી હતી નક્કી

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. આજે 7 હજાર લોકો સાથે PM મોદીએ યોગ કર્યો હતો. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે

Amansinh Jadeja
Amansinh Jadeja
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. આજે 7 હજાર લોકો સાથે PM મોદીએ યોગ કર્યો હતો. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે, જેના માટે તેમણે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનામાં આ સ્થાન પર G-20 કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે અહીં યોગનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં યોગ દિનચર્યાનો એક ભાગ બની રહ્યો છે. સાઉદીમાં શિક્ષણ પ્રણાલીમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.જણાવી દઈએ કે આ કાર્યક્રમ પહેલા ડળ તળાવના કાઠે થવાનું હતું પરંતુ વરસાદના કારણે તેને શેર-એ-કાશમીર યુનીવર્સિટીના સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ દિલ્લીમાં કર્યો યોગાભ્યાસ

જ્યાં પીએમ મોદીએ કાશમીરમાં યોગા દિવસના અવસર પર યોગાભ્યાસ કર્યો ત્યારે કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્લીના પૂસા સેન્ટર ખાતે કેબિનેટના બીજા મંત્રીઓ, મંત્રાલયના અધિકારિઓ તથા છાત્રો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમના સાથે કૃષિ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર અને ભાગીરથ ચૌધરી પણ હાજર રહ્યા હતા. યોગા દિવસના અવસર પર કૃષિ મંત્રી પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું હતુ કે આજે સમગ્ર વિશ્વમાં વડા પ્રધાન મોદીના કારણે ભારતની ઓળખ યોગ એ એક નવી ઓળખાણ મેળવી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ યોગાને શરીર અને સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાવતા કહ્યું હતુ કે યોગાભ્યાસ કરવાથી મન અને શરીર બન્ને સ્વાસ્થ રહે છે. તેઓ આત્માને પરમાત્માથી મેળવવાનો એક પ્રયાસ પણ છે. તેમણે તમામ ભાઈઓ અને બહેનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી. યોગ એ વિશ્વને ભારતની અદ્ભુત ભેટ છે. યોગથી માત્ર શરીર જ સ્વસ્થ નથી, મન પણ પ્રસન્ન થાય છે અને બુદ્ધિ પણ તેજ બને છે.યોગને સમગ્ર વિશ્વમાં લઈ જવા માટે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યાં તેમણે “કરો યોગ રહો નિરોગ” નું સ્લોગન પણ આપ્યું હતું.

કેમ થાય છે યોગ દિવસની ઉજવણી

યોગ ભારતની ઓળખ છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ઓળખ આપી છે. કેમ કે યોગાભ્યાસ સમગ્ર વિશ્વના લોકો દ્વારા કરવામાં આવે છે. તેથી તેઓને યોગાના સાથે તે જાણવું પણ જોઈએ કે યોગ ક્યાંથી આવ્યો છે અને તેનો ઇતિહાસ શું છે. આથી 21 જૂન 2015 ના રોજ વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી, જેને ડબ્લ્યુએચઓએ પણ સમર્થન આપ્યું હતુ.ત્યારથી વિશ્વમાં યોગા થકી ભારતને એક નવી ઓળખ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

21 જૂને કેમ પસંદ કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 21 જૂનની તારીખને કેમ પસંદ કરવામાં આવ્યુ? તે પ્રશ્ન ઘણા લોકોનું હોય છે. તો ચાલો આજે અમે તમને તેના ઉત્તર આપીએ.વાસ્તવમાં 21 જૂને ઉત્તરીય ગોળાધમાં સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસને વિશ્વના સૌથી લાંબા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે સૂર્ય દક્ષિણાયાનમાં પ્રવેશ કરે છે, જો કે યોગ અને અધ્યાત્મિકતા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેથી કરીને 21 જૂનની તારીખને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યું હતુ.

Share your comments

Subscribe Magazine

More on News

More