Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Yoga Day: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર ખાતે અને મુખ્યમંત્રીએ ભારત-પાક બોર્ડર પર કર્યો યોગાઅભ્યાસ

આજથી 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 21 જૂન 2015 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. જેની સતત 9 વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. આજના દિવસે ભારતની ઓળખા એટલે કે યોગ દિવસને સન્માન આપવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
યોગ દિવસની ઉજવણી
યોગ દિવસની ઉજવણી

આજથી 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 21 જૂન 2015 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. જેની સતત 9 વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. આજના દિવસે ભારતની ઓળખા એટલે કે યોગ દિવસને સન્માન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કારણે યોગ પર હવે પૂર્ણતા ભારત અધિકારા થઈ ગયું છે, જો કે પહેલા પણ હતું પરંતું નવી ઘડાયેલી પરિસ્થિતિઓ મુજબ જેના પાસે કોઈ પણ વસ્તુ કે દિવસનું પેંટેન્ટ હોય છે, તે એજ દેશની ગણાયે છે.

ખબર નહીં આવી કેટલીક વસ્તુઓ ભારતની હતી પરંતુ હવે પેંટેન્ટના કારણે તે બીજા દેશોની છે. પરંતુ 9 વર્ષ પહેલા પીએમ મોદીની પહેલના કારણે ભારતના યોગ આજે આપણા દેશની ઓળખ બનીને ઉભો થયું છે. એજ યોગ દિવસના અવસર પર આજે કેન્દ્રીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમ જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે અન્ય કેબિનેટના સદસ્યો સાથે અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

ભારત પાકિસ્તાન સરહદે સીએમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતના પનોતા પુત્ર અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ સમેત અન્ય કેબિનેટના સદસ્યોએ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ ભારત-પાકિસ્તાનના બોર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી અને તેઓના સાથે યોગ પણ કર્યો હતો. જણાવી દઈએ આ વર્ષે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ Yoga for self and society એટલે કે યોગ સ્વયં અને સમાજ માટે તેમ જ મહિલા સશક્તિકરણ પર આધારિત છે.

સીએમનું ટ્વીટ

આજે સરહદીક્ષેત્ર નડાબેડના ઝીરો પોઈન્ટ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો. તણાવમુક્ત અને તંદુરસ્ત જીવન માટે યોગ ઉત્તમ ઉપાય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વના ખૂણે-ખૂણે યોગના માહાત્મ્યને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી "સર્વજન સુખાય"ના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કર્યું છેયોગની આપણી પ્રાચીન પરંપરા આજે જનઆંદોલન બની છે. આ જનઆંદોલન સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવે એ જ અભ્યર્થના.

કૃષિ મંત્રીએ જામનગરમાં કર્યો યોગ

આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે સ્વયં અને સમાજ માટેની થીમ પર આધારિત યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહીને યોગાઅભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે બધાને યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે योग: कर्मसु कौशलम्. આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ.

તેમણે કહ્યું કે યોગ એ ભારતની સૌથી જૂની પરંપરા અને ઓળખ છે. આજે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સફળ પ્રયાસોથી યોગા વિશ્વ ભાઈચારાનું પ્રતીક બની ગયું છે અને યોગને પોતાના જીવનચર્ચામાં સમાવી રહ્યું છે. ત્યારે આવો આપણે સૌ સ્વયં અને સમાજ માટે યોગને અપનાવીએ. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમ જ માન. મુખ્યમત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીનું વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રાસાંગિક ઉદ્દબોધન સાંભળ્યું હતું.

Share your comments

Subscribe Magazine

More on News

More