લૉકડાઉન બાદ અનેક ઘરોના બજેટ ખોરવાઈ ગયા છે, પણ ધીમે ધીમે હવે સ્થિતિ સામાન્ય બનવા જઈ રહી છે. અલબત્ત આર્થિક મોરચે સમસ્યાને લીધે આ વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે. આ સંજોગોમાં મહિલાઓ ઇચ્છે, તો કોઈ પણ નાના-મોટા કાર્ય કરી શકે છે કે જે ઘરની કમાણીમાં સહાયક સાબિત થઈ શકે છે. શહેરીકરણના આ સમયમાં અનેક નવી રોજગારીનું સર્જન થયું છે. તેથી નાના-નાના ગામોમાં પણ મહિલાઓ અનેક પ્રકારના સ્ટાર્ટ-અપ કરી પોતાનો વ્યવસાય સ્થાપી રહી છે.
વર્તમાન સમયમાં બજારોની સ્થિતિ જોઇએ, તો ફૂડ સાથે સંકળાયેલ કામકાજમાં વ્યાપક પ્રમાણમાં નફો રહેલો છે. આમ તો આ પ્રકારનું કામ કોઈ પણ કરી શકે છે. જોકે ગૃહિણીઓ માટે આ પ્રકારના કાર્યો વધારે આરામદાયક, સુગમ અને સરળ છે.
ઑનલાઇન સાધનોનો ઉપયોગ કરો
આ માટે અનેક કારણ છે, જેમ સમયની સાથે વિવિધ ઘરોમાં ટેક્નોલૉજીનું મહત્વ વધી રહ્યું છે. ઑનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફૉર્મ, જેવા કે સ્વિગી, ઝોમૅટો વગેરેના આગમનથી ઓછા રોકાણમાં પણ બિઝનેસ શરૂ કરી શકાય છે.
ટિફિન બનાવી કમાણી કરી શકાય છે
તમે હોમ-મેડ ફૂડની મદદથી પૈસા કમાઈ શકો છો. આ માટે તમારી પાસે અનેક વિકલ્પ છે, જેમ કે ઘરે બનાવેલા ભોજનને ટિફિન બૉક્સ સ્વરૂપે ઓફિસોમાં મોકલી શકાય છે. આ માટે તમે શ્રમિકોની મદદથી આ કામ કરી શકો છો. ઑનલાઇન પ્લેટફૉર્મ ઝોમૅટો, સ્વિગી પર રજિસ્ટ્રેશન કરાવી વધારે લાભ મેળવી શકાય છે.
સિઝનેબલ ભોજન અંગે રાખો પૂરતી કાળજી
ટિફિન સર્વિસમાં આ વાતની પૂરી કાળજી રાખવી કે તમારા ભોજનમાં થોડા-થોડા સમયે ફેરફાર થતા રહે, કંઇક નવીનત્તમ ભોજન આવે કે જે કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. ભોજન ઋતુ પ્રમાણે હોવું જોઇએ. ગ્રાહકોને આકર્ષવા માટે વિશેષ ઉમેરો કરી શકાય છે. જેમ કે સલાડ, અથાણું, પાપડ વગેરે.
સોશિયલ મીડિયાની મદદ લો
આ કાર્ય માટે સોશિયલ મીડિયાથી ફાયદો થઈ શકે છે. તમારે ભોજન સાથે સંકળાયેલ પોસ્ટ ફેસબુક-ઇંસ્ટાગ્રામ પર નાંખતા રહેવું જોઇએ. લોકોની ફરિયાદો તથા સુચનો પ્રત્યે ધ્યાન આપો. વ્હૉટ્સએપ પર સંબંધિત વિસ્તાર અને તેના કાર્ય સ્થળ પ્રમાણે ગ્રુપ તૈયાર કરો. તેમાં આગામી દિવસના ભોજન અંગે વિકલ્પો આપો.
Share your comments