ખાદ્યતેલના ભાવો પર કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. એક મોટા નિર્ણય અંતર્ગત ખાદ્યતેલોની આયાત પરના લાગતી ટેરિફ વેલ્યુને ઘટાડવામાં આવી છે. તે 112 ડૉલર પ્રતિ ટન સુધી ઘટાડવામાં આવી છે. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે આ પગલું ખાદ્યતેલોના ભાવોના ઘટાડવામાં ઘણી મદદરૂપ સાબિત થશે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં મોંઘવારીના દરનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ખાદ્ય ચીજોની કિંમતો અગાઉની તુલનામાં વધતી જોવા મળી રહી છે. તેમાંથી ખાદ્યતેલોના ભાવો સૌથી આગળ છે. આ સિવાય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. માનવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાને મોંઘવારી માટે જવાબદાર માનવામાં આવે છે. પરંતુ ખાદ્યતેલોના ભાવ ઘણા સમયથી વધી રહ્યા છે. સરકારે કેટલાક તાત્કાલિક પગલા લીધા છે, પરંતુ તેની અસર હજુ સુધી જોવા મળી નથી. હાલમાં બલેન્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેની અસર થોડા દિવસોમાં દેખાવાનું શરૂ થશે. આયાત પર ટેરિફ મૂલ્ય ઘટાડવાના નિર્ણયથી તેલોના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.
કેટલું ઘટાડ્યું ટેરિફ
ટેરીફ વેલ્યુ ઘટાડવાના સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેકસેસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કાચા પામ તેલ પર 86 ડૉલર પ્રતિ ટન, આરબીડી અને કાચા પામીલીન પર 112 ડૉલર પ્રતિ ટન સુધી ઘટાડવામાં આવ્યું છે. આ સાથે જ કાચા સોયાબીન તેલના બેસ ઈમ્પોર્ટ પ્રાઇઝને 37 ડૉલર પ્રતિ ટન સુધી ઘટાડવામાં આવ્યું છે. સરકાર વતી તાત્કાલિક પગલા ભરતા આ નિર્ણયનો અમલ ગુરુવાર, 17 જૂનથી કરવામાં આવ્યો છે. એટલે કે, આવતા 2-4 દિવસમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
શુ કહે છે એક્સપર્ટ
આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે ટેક્સ નિષ્ણાતોએ 'પીટીઆઈ' ને કહ્યું હતું કે ટેરિફ વેલ્યુમાં ઘટાડાને કારણે જ ખાદ્યતેલોના ભાવમાં ટૂંક સમયમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. સ્થાનિક અને છૂટક બજારોમાં આ ઘટાડો જોવા મળશે. આયાત ટેરિફ મૂલ્યમાં ઘટાડો કરવાથી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થશે, જે ખાદ્યતેલોની આયાત સસ્તી કરશે. મોટા વેપારીઓને આયાત ભાવ અને કસ્ટમ ડ્યુટીના ઘટતા લાભ મળશે. પછી તેઓ ઓછા ભાવે સપ્લાય કરશે. રિટેલ કિંમતોમાં પણ આ ઘટાડો જોવાશે.
ખાધ તેલના સળગતા ભાવમાં મળશે રાહત:મોદી સરકારે લીધા આવા પગલાં
એએમઆરજી અને એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહન કહે છે કે, દેશમાં તેલીબિયાંના ઉત્પાદન અને વપરાશમાં મોટો અંતર છે. એટકે કે જેટલી માત્રામાં લોકોને તેલની જરૂરિયાત છે તે માત્રામાં તેલીબિયાંની ખેતી થતી નથી. આ કારણોસર જરૂરિયાતને પહોંચી વળવા માટે આયાત મોટા પાયે કરવી પડશે. છેલ્લા કેટલાક મહિનામાં આયાત ઝડપથી વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલીબિયાં અને ખાદ્યતેલોના ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં પણ ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
હવે આયાત ટેરિફ વેલ્યુ ઘટાડવાનો ફાયદો રિટેલમાં જોઈ શકાય છે. જો કે, તે ફક્ત ત્યારે જ શક્ય થશે જો તે પુરવઠા સાંકળમાં સમાનરૂપે વિતરિત કરવામાં આવે. ઉત્પાદકો, ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલરો સામાન્ય લોકોને આયાત ટેરિફ વેલ્યુના ઘટાડાને પહોંચાડે તે જરૂરી છે. સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવ છેલ્લા એક વર્ષમાં બમણા થયા છે. ભારત હાલમાં તેના આયાતમાંથી બે તૃતીયાંશ ખર્ચ પૂરો કરે છે. ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. જો આપણે દેશ કક્ષાએ જોઈએ તો અહીં ક્રૂડ ઓઇલ, ગોલ્ડ પછી ખાદ્યતેલોનું નામ આવે છે.
આ મામલે સરકારનું શુ કહેવું છે?
સરકારે બુધવારે કહ્યું હતું કે ઘરેલુ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઘટવા લાગ્યા છે. સરકારના મતે છેલ્લા એક મહિનાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માટે એક સાથે અનેક પગલા પર કામ ચાલી રહ્યું છે. તેલીબિયાંના વાવેતરમાં વધારો કરવા માટે પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે સરકાર ખાદ્યતેલોની આયાત પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. જો તેનો કેટલોક હિસ્સો દેશમાં તેલીબિયાંના વાવેતરમાં રોકાણ કરવામાં આવે તો આયાત પરની અવલંબન ઘટશે અને તેલીબિયાંમાં દેશ આત્મનિર્ભર બનશે. નવેમ્બર 2020 થી મે 2021 સુધીમાં દેશમાં 76,77,998 ટન ખાદ્યતેલોની આયાત કરવામાં આવી છે. જ્યારે એક વર્ષ પહેલા આયાતનું પ્રમાણ 70,61,749 ટન હતું.
Share your comments