રાજ્યમાં વડોદરા જિલ્લાના ડભોઈમાં સૌથી વધારે 2 ઈંચ, છોટા ઉદેપુરના ડભોઈમાં દોઢ ઈંચ, નર્મદા જિલ્લાના તિલકવાડમાં સવા ઈંચ અને સુરતના માંગરોળ, નર્મદાના ગરુડેશ્વરમાં 1 ઈંચથી પણ વધારે વરસાદ થયો છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. તેને લીધે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત છેલ્લા બે દિવસથી શિયાળાની સિઝનમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 100 તાલુકામાં માવઠું પડી રહ્યું છે. રાજ્યમાં પાંચ તાલુકામાં તો 1 ઈંચથી પણ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવોમાં પણ વ્યાપક પ્રમાણમાં માવઠાની સ્થિતિ યથાવત રહી શકે છે.
રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદને લીધે ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે જતો રહેતા લોકો કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજ્યમાં ગઈરાત્રે નલીયા, વલ્લભ વિદ્યાનગરમાં 15.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 15.8, ભાવનગરમાં 17.4 ડિગ્રી અને ભૂજમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દરિયામાં કરંટને પગલે ઘોઘા-હજીરાની રો-રો ટ્રીપ રદ્દ કરવી પડી. તેને પગલે અનેક લોકો અટવાયા હતા.
Share your comments