આગ વરસાવતી ગરમીને કારણે સૌ કોઈ તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે લોકોને રાહત પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અને આ આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમી તો રહેશે પરંતુ પવન ફૂંકાવાને કારણે લોકોને ભારે ગરમી સહન નહીં કરવી પડે.
અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાનનો પારો ઘટ્યો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમી શરૂ થયાં છે. જેને કારણે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 27 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમી પણ ઘટીને 41.3 ડિગ્રી ઘટી હતી. હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની આસપાસ રહેશે.
30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે ઝાપટાંની શક્યતા છે.
પવનની ગતિ વધી
વાતાવરણના ઉપરના લેવલ સુધી ફેલાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફ અને પાકિસ્તાન અને રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધતાં પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમી પવનોથી હવાનું દબાણ ઘટતાં પવનની ગતિ વધી છે. ગુજરાતના મોટાભાગના શહેરમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાયો છે.
તાપમાનમાં ફેરફારની સંભાવના
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી ૨૪ કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આ પછીના 3-4 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના અંતરિયાળ ભાગમાં પણ આગામી 4-5 દિવસ મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી.
આ પણ વાંચો : રોજ સવારમાં આચર-કૂચર કઈ પણ ખાધા વગર આ 5 ભારતીય નાસ્તાનું કરો સેવન, થશે ઘણો ફાયદો
8 થી 13 મે દરમિયાન ગરમી ભીંજવશે
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 8થી 13 મે દરમિયાન ગરમીમાં ફરી સખત વધારો થશે અને તાપમાન 44ને પાર થઈ શકે છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય
હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે. કારણ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જોકે, કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી. જ્યારે ગરમીનો કહેર હાલ પણ થયાવત છે.
ગરમી ઘટવાની શક્યતા નથી
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી. માર્ચ અને એપ્રિલ બાદ અને હવે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જો કે, ગુરૂવારથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે.
આ પણ વાંચો : લાલ લસણના ફાયદા અનેક, મહીસાગરનું લાલ લસણ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત
આ પણ વાંચો : મે મહિનામાં કરો મરચાની ખેતી, થશે જોરદાર નફો
Share your comments