Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડાંગરની ખેતી લઈને શા માટે છે હોબાળો, ખેતી છોડવા બદલ ખેડૂતો માટે રૂ, 8 હજારની જાહેરાત

વડા પ્રધાન નરેંદ્ર મોદીની સરકાર વર્ષ 2021 માં ત્રણ કૃષિ કાયદા લઈને આવી હતી. જેમાંથી એકમાં ખેડૂતોને સમય સમય પર અલગ અલગ પાકની ખેતી કરવા માટે જાગ્રત કરવા અને તેઓની જમીનની સ્થિતિને જોઈને તેઓને પાક નક્કી કરવામાં મદદ કરવામાં આવશે,એવી જોગવાઈ હતી. જો કે આ કાયદા ખેડૂતોના વિરોધના કારણે પાછા ખેચી લેવામાં આવ્યા હતા.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોર્સ ઑફ ફોટો-ફ્રીસોર્સ
સોર્સ ઑફ ફોટો-ફ્રીસોર્સ

નરેંદ્ર મોદીની સરકાર વર્ષ 2021 માં ત્રણ કૃષિ કાયદા લઈને આવી હતી. જેમાંથી એકમાં ખેડૂતોને સમય સમય પર અલગ અલગ પાકની ખેતી કરવા માટે જાગ્રત કરવા અને તેઓની જમીનની સ્થિતિને જોઈને તેઓને પાક નક્કી કરવામાં મદદ કરવામાં આવશે,એવી જોગવાઈ હતી. જો કે આ કાયદા ખેડૂતોના વિરોધના કારણે પાછા ખેચી લેવામાં આવ્યા હતા. પરંતુ જો આ કાયદા પસાર થઈ જાત તો કદાચ આજે રાજ્ય સરકારોએ ખેડૂતોને કેટલાક પાકનો વાવેતર છોડવા માટે વિનંતી નથી કરી રહી હોત. જી હાં...એક દમ સાચું સાંભળ્યો તમે પાણીની અછતના કારણે ગુજરાતના જળસંપત્તિ મંત્રી મુકેશ ભાઈ પટેલને એક કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કહેવું પડ્યો કે અમે જે પાકોના વાવેતર કરવા માટે કહીશું ખેડૂતોને એજ પાકની ખેતી કરવી પડશે નહિંતર અમે તમને સિંચાઈ માટે પાણી આપીશું નહીં.

હાલ તેઓના આ નિવેદન વિવાદાસ્પદ ગણાએ છે પરંતુ જો આપણે તેના પાછળના સચને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પાણીની અછત જોવા મળી રહી છે અને ટૂંક સમયમાં ખરીફનો સીઝન ચાલૂ થશે, જેમાં ખેડૂતોએ મોટા પાયે ડાંગરની ખેતી કરશે અને તેથી વધારે પ્રમાણમાં પાણીનો પ્રયોગ થશે. એજ પાણીના બગાડને બચાવવા માટે જળસંપત્તિ મંત્રીએ કહેવું પડ્યો કે ખેડૂતોને અમારા મુજબ પાકની ખેતી કરવી જોઈએ. જો કે તેંમનો આ નિવેદન વિવાદાસ્પદ ગણાઈ રહ્યો છે પણ જો આપણે જોવા જઈએ તો દેશના બીજા રાજ્યોમાં પણ એજ સ્થિતિ છે. હરિયાણા સરકાર તો તેના માટે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે.

હરિયાણા સરકારની મોટી જાહેરાત

સતત ડાંગરની ખેતીના કારણે પંજાબ અને હરિયાણામાં પાણીનો લેવલ ઘટી રહ્યો છે. હરિયાણા અને પંજાબમાં ડાંગરની ખેતી હવે એક મોટી સમસ્યા બની ગઈ છે. ડાંગરની ખેતી માટે ખૂબ પાણીની જરૂર પડે છે. આના કારણે ભૂગર્ભજળનું સ્તર ઝડપથી નીચે જાય છે. આ જ કારણ છે કે હવે હરિયાણા અને પંજાબમાં પાણી બચાવો આંદોલન ચાલી રહ્યું છે. અહીં જમીન ઉજ્જડ બની રહી છે અને પાણીનું સ્તર ખૂબ નીચે જવાથી ખેડૂતોનો સિંચાઈ ખર્ચ વધી રહ્યો છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, સરકાર ડાંગરની ખેતીને બદલે કેટલાક અન્ય પાકોની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. જેથી કરીને હરિયાણા સરકારે જાહેરાત કરી છે કે જે ખેડૂતો હરિયાણામાં ડાંગરની ખેતી છોડશે તેઓને પ્રતિ એકર 8000 રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે તેની જાહેરાત હરિયાણા સરકાર વિધાનસભામાં પોતાના બજેટ રજુ કરતી વખતે કરી હતી.  

આ પણ વાંચો:શું છે પ્રધાનમંત્રી માનધન યોજના, જેના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે રૂ. 3000

Share your comments

Subscribe Magazine

More on News

More