એક બાજુ ખેડૂતો દ્વારા ખેતરમાં રવિ પાકની ઉછેર કરવામાં આવી રહી છે તો બીજી બાજૂ ચોમાસામાં વાવામાં આવેલ મગફળીની ગુજરાતના વિવિધ માર્કેટીગ યાર્ડોમાં આવક થઈ રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક આંકડા મુજબ આ વર્ષે ગુજરાતમાં 15 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ સિવાય સૌરાષ્ટ્રના સાથે સમગ્ર ગુજરાતમાં મગફળીનું તેલનું પર વ્યવસાય ચાલે છે. પરંતુ તમે જાણો છો જે મગફળી આજે ગુજરાતના એક મુખ્ય પાક બની ગઈ છે તેને રાજ્યમાં આવીને કોઈ ઘણું વધુ સમય નથી થયું. ઇતિહાસકારો મુજબ આજથી 150 વર્ષ પહેલ પદ્માબાપા કાલરીયા નામના એક ગર્ભ શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂત મગફળીને મદ્રાસથી સૌરાષ્ટ્ર લાવ્યા હતા.
કેડિયાના ખિસ્સામાં લઈને આવ્યા મગફળી
વાત જાણો એમ છે કે આજથી 150 વર્ષ પહેલા ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામના વતની પદ્માબાપાએ મદ્રાસ ગયા હતા, જ્યાં તેઓએ પ્રથમવાર મગફળી જોયુ અને તેના પાક વિશે માહિતી મેળવી. ત્યાર પછી તેઓ પોતાના કેડિયાના બંને ખિસ્સામાં જેટલી સમાય તેટલી મગફળી લઈને ગુજરાત પરત ફર્યા. ગુજરાત આવીને બાપાએ મદ્રાસથી લાવેલી મગફળીનું પ્રથમવાર વાવેતર કર્યુ અને તેનાથી બે સુંડલા જેટલી મગફળીનું ઉત્પાદન મેળવ્યું.
મગફળીના દાણાથી બીજી વાર વાવેતર કર્યું
પહેલી વખત ઉતારા મેળવ્યા પછી પદ્માબાપાએ મગફળીનું વેંચાણ નથી કર્યું પરંતુ તેઓ તેમાંથી દાણા કાઢીને બીજી વાર વાવેતર કરી દીધું, જ્યાંથી તેઓ મોટા ભાગે ઉત્પાદન મેળવ્યું. આ ઉત્પાદનને બાપાએ બધા સગા વ્હાલામાં વહેંચી અને તે બધાએ પણ મગફળી વાવી. આવી રીતે ધીમે ધીમે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર શરૂ થવા માંડ્યો. આથી મગફળીને સૌરાષ્ટ્ર અને ગુજારતની ઓળખ બનાવવાનું શ્રેય પદ્માબાપાને જાય છે. જણાવી દઈએ કે રાજાશાહીના તે સમયમાં ધોરાજી ખાતે મળેલા એક સંમેલનમાં પદ્માબાપુનાં મગફળીનું ઉતારા મેળવ્યા બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને “મગફળીના પિતા” નું બિરુદ આપવામાં આવ્યું હતું.
આજે સૌરાષ્ટ્રનું મુખ્ય ચોમાસું પાક
વર્તમાનમાં પદ્માબાપાનું તૈલીચિત્ર ધીરાજી ખાતે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મુકવામાં આવી છે. બાપાનું ખોબો મગફળીનું વાવેતર આજે ગુજરાતના 15 લાખ હેકટર કરતા પણ વધારે વિસ્તારમાં વિસ્તર્યું છે. અને આજે પણ મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય ચોમાસું પાક છે.
Share your comments