જેમ કે તમે બધા જાણો છો કે બાળકને લગભગ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવા માટે કહેવામાં આવે છે. જો માતાના દૂધ સિવાય ગાયના દૂધની વાત કરીએ તો આ દૂધ બાળકોને એક વર્ષનું થાય પછી જ આપવામાં આવે છે. પરંતુ હવેથી આવું નહીં થાય. કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેની ગાઈડલાઈન બદલી નાખી છે. WHO ની નવી માર્ગદર્શિકા અનુસાર, હવેથી બાળકને 6 મહિના પૂર્ણ થયા પછી જ ગાયનું દૂધ પીવા માટે આપી શકાશે . આ એટલા માટે છે કારણ કે ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે , જે બાળકોના વિકાસ દરમાં ઝડપથી વધારો કરે છે.
બાળકોના સાસ સ્વાસ્થ્ય અને વિકાસ માટે જરૂરી
બાળકોના સારા સ્વાસ્થ્ય અને વિકાસ માટે ગાયનું દુધ ઘણું મહત્વનું છે. જ્યારે બાળક એક વર્ષનું થાય છે, ત્યારે તેને દરરોજ લગભગ 350 મિલી જેટલું ગાયનું દૂધ પીવું જોઈએ. આમ કરવાથી બાળકોને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B12 મળે છે.
બાળકો માટે ગાયનું દૂધ શા માટે મહત્વનું છે?
- ગાયનું દૂધ પીવાથી બાળકોના હાડકા મજબૂત થાય છે.
- ગાયનું દૂધ બાળકોની વિટામિન ડી, કેલ્શિયમ અને મિનરલ્સની જરૂરિયાત પૂરી કરે છે.
- ગાયનું દૂધ એકદમ હલકું હોય છે. આવી સ્થિતિમાં બાળકને ગાયનું દૂધ પીવા માટે આપવામાં આવે તો તે સરળતાથી પચી જાય છે.
- ગાયના દૂધમાં લગભગ 90 ટકા પાણી હોય છે, જે બાળકોના શરીરને હાઇડ્રેટ રાખવામાં ઘણી મદદ કરે છે.
બાળકોને કઈ ઉંમરે કેટલું દૂધ પીવડાવવું જોઈએ?
- 1 થી 2 વર્ષના બાળકોને દરરોજ 3 થી 4 કપ ફુલ ક્રીમ દૂધ આપો. તેનાથી બાળકોના મગજનો સારી રીતે વિકાસ થશે.
- 2 થી 3 વર્ષના બાળકોને દરરોજ 2 કપ દૂધ આપો. જો તમારા બાળકોને દૂધ પીવું પસંદ નથી, તો તમે તેને બદલે દૂધની બનાવટો ખવડાવી શકો છો.
- 4 થી 8 વર્ષના બાળકોને અઢી કપ દૂધ આપી શકાય અથવા તમે તેમને દૂધની બનાવટો જેમ કે ચીઝ અને દહીં વગેરે આપી શકો છો.
- 9 વર્ષથી વધુ ઉંમરના બાળકોને દરરોજ 3 કપ દૂધ પીવા માટે આપવું સારો ગણાએ છે.
Share your comments