Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ક્યારથી શરૂ થઈ હતી કિસાન દિવસની ઉજવણી, જાણો આ દિવસનું મહત્વ

વિશ્વમાં ભારતની ઓળખ એક કૃષિ પ્રધાન દેશ તરીકે થાય છે, કેમ કે ભારતની 70 ટકા વસ્તી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. પરંતુ ભારતમાં આજે પણ ખેડૂતોને એક અભણ વ્યક્તિની જેમ જોવામાં આવે છે. કેમ કે ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી દ્વારા બનાવામાં આવેલ ફિલ્મમાં ખેડૂતને એક એવું માણસની જેમ દેખાડવામાં આવતા હતા....

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

વિશ્વમાં ભારતની ઓળખ એક કૃષિ પ્રધાન દેશ તરીકે થાય છે, કેમ કે ભારતની 70 ટકા વસ્તી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. પરંતુ ભારતમાં આજે પણ ખેડૂતોને એક અભણ વ્યક્તિની જેમ જોવામાં આવે છે. કેમ કે ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી દ્વારા બનાવામાં આવેલ ફિલ્મમાં ખેડૂતને એક એવું માણસની જેમ દેખાડવામાં આવતા હતા, જેઓ શહેરમાં જોઈને ડરી જતો હતો અને તેને એક એવા વ્યક્તિના રૂપમાં દેખાડવામાં આવતા હતા કે તેઓને કોઈ પણ વાતની ખબર હોતી નથી.

ખેડૂતો પ્રત્યે એવું વર્તન જોતા ઉત્તર પ્રદેશના એક ખેડૂત જો કે આગળ જઈને ભારતના વડા પ્રધાન પણ ચૂંટાયા હતા તેઓએ ખેડૂતો માટે મોટા ભાગે કામ કર્યો અને ખેડૂતોને જગતના તાત અને અન્નદાતાની ઓળખ અપાવી. ચૌધરી ચરણ સિંહ જ્યારે ભારતના વડા પ્રધાન હતા ત્યારે તેઓ બળદ ગાડીથી સંસદ માટે નીકળ્યા હતા, પરંતુ આ વાત અલગ છે કે તેથી પહેલા તેઓની સરકાર જતી રહી હતી. ખેડૂતો માટે વડા પ્રધાન ચૌઘરી ચરણ સિંહના અનેકો કામના કારણે વર્ષ 2001 માં તેમના જન્મદિવસન 23 ડિસેમ્બરને કિસાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારથી દર વર્ષે કેંદ્ર સરકાર દ્વારા દેશભરમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ખેડૂતોની આવકમાં વઘારો કરવા માટે સંકલ્પ લેવામાં આવે છે.

પૂર્વ વડા પ્રધાન ચૌઘરી ચરણ સિંહ
પૂર્વ વડા પ્રધાન ચૌઘરી ચરણ સિંહ

'ખેડૂતો ખુશ નથી તો દેશ ખુશ નથી'

દેશમાં દર વર્ષે 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર, 1902ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ગામમાં એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ 1979-1980 વચ્ચે ભારતના વડાપ્રધાન હતા અને દેશના ઘણા ખેડૂતોના કલ્યાણમાં યોગદાન આપ્યું હતું. ચૌધરી ચરણ સિંહ હંમેશા માનતા હતા કે જ્યાં સુધી અહીંના ખેડૂતો ખુશ ન હોય ત્યાં સુધી ભારતમાં કોઈ સમૃદ્ધિ નહીં આવી શકે. આ જ કારણ છે કે તેમણે દેશની નીતિઓમાં કૃષિ અને ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા. ખેડૂતોને તેમની ઉપજમાંથી યોગ્ય નફો મળવો જોઈએ તે બાબતે તેઓ હંમેશા અડગ રહ્યા. આજે પણ આ માંગ એટલી જ તીવ્રતા સાથે ઉભી કરવામાં આવે છે. આ જ કારણ છે કે હાલના સમયમાં ખેડૂત દિવસ અને ચૌધરી ચરણ સિંહની રાજનીતિ વધુ પ્રાસંગિક બની ગઈ છે.

પૂર્વ PM ની જીવનકથા

પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ બીએસસી અને લો ગ્રેજ્યુએટ હતા. તેણે પોતાનો અભ્યાસ આગ્રાથી કર્યો હતો. પરિવારવાદનો વિરોધ કરનારા ચરણસિંહ પણ જાતિવાદના વિરોધી હતા. અભ્યાસ દરમિયાન તેમની સાથે આવીड ઘણી ઘટનાઓ બની હતી જેના કારણે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સંજોગો એવા હતા કે તેમને આખા મહિના સુધી હોસ્ટેલની મેસમાં ખાવાનું પણ નહોતું મળતું. આમ છતાં ચરણસિંહ પોતાના વિચારો અને નિર્ણય પર અડગ રહ્યા. આપણા દેશના ખેડૂતો માટે તેમની અમૂલ્ય સેવાઓ માટે તેમની પ્રશંસા થાય છે. સમગ્ર દેશ ખેડૂત દિવસની ઉજવણી કરે છે. ખેડૂતો અને ગ્રામીણ સમાજના લોકો કૃષિ જલસો અને ઉત્સવોનું આયોજન કરે છે અને તેમનો આદર વ્યક્ત કરે છે અને તેમના પ્રિય નેતા કે ચૌધરી ચરણ સિંહને યાદ કરે છે.

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

કિસાન દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેંદ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહની 122વીં જયંતી પર તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓ કહ્યું કે ચૌધરી ચરણ સિંહે ગરીબ અને ખેડૂતોના સાચા મિત્ર અન સહોયોગી હતા. તેમની જંયતી પર હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. વડા પ્રધાને એક્સ પર આગળ લખ્યું કે રાષ્ટ્ર પ્રત્યે તેમના સેવાભાવ દરેકને કઈંક કરી દેખાડવાનું જુસ્સા માટે પ્રેરણા આપે છે. વધુમાં જણાવી દઈએ કે વડા પ્રઘાને પૂર્વ વડા પ્રઘાન ચૌઘરી ચરણ સિંહના નિવેદનની એક વીડિયો પણ શેયર કરી છે, જેમાં તેઓ ખેડૂતોને સંદેશ આપી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More