Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Wheat: ઘઉંની આયાતને લઈન મોદી સરકારનું મોટો નિર્ણય, ખેડૂતોમાં ખુશી વેપારિઓમાં નારાજગી

ઘઉંને લઈને કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય કર્યો છે, જેથી દેશમાં ઘઉઁની કટોકટી કરનાર લોકોને મોટો ફટકો પડ્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયાના જણાવ્યા મુજબ સરકાર પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વડા પ્રધાનનું મોટો નિર્ણય
વડા પ્રધાનનું મોટો નિર્ણય

ઘઉંને લઈને કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય કર્યો છે, જેથી દેશમાં ઘઉઁની કટોકટી કરનાર લોકોને મોટો ફટકો પડ્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયાના જણાવ્યા મુજબ સરકાર પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 80 કરોડ લોકોને મફતમાં ઘઉંનું વિતરણ કરવા છતાં ઘઉંનો સારો એવો જથ્થો સરકારે પાસે છે. જેના કારણે તેઓ લોટના ભાવને અંકુશમાં લેવામાં ઉપયોગી થઈ શકે છે. તેથી સરકાર ઘઉંના આયાત ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરશે નહીં. હકીતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ એવું વાતાવરણ બનાવી રહ્યા છે કે જાણો ભારતમાં ઘઉંની કટોકટી સર્જાઈ હોય. આથી મોદી સરકારના આ મોટો નિર્ણયથી આવા લોકોને મોટો ફટકો પડ્યો છે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે જો ઘઉંની આયાત ડયુટી ઘટાડવામાં આવે તો ભારતીય ખેડૂતોને નુકસાન સહન કરવું પડશે કારણ કે ખાનગી ક્ષેત્ર અન્ય દેશોમાંથી આયાત કરશે અને તેના કારણે અહીં ભાવ ઘટશે.

શા માટે લેવામાં આવ્યા નિર્ણય

વાત જાણો એમ છે કે કેટલાક એવા ઘઉં અને લોટના વેપારિઓ છે જેઓ તે ઈચ્છે છે કે સરકાર આયાત ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરી દે, જેથી તેઓ અન્ય દેશમાંથી સસ્તા દરે ઘઉંનું આયાત કરી શકે. અહીંયા તેમની જરૂરિયાત ફક્ત સસ્તા ઘઉંની છે સસ્તા લોટની નથી. મોંઘવારી ઘટાડવાના નામે તેઓ સરકાર પાસેથી ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ સસ્તા ઘઉંની ખરીદી કરવા માંગે છે. પરંતુ લોટના ભાવમાં ઘટાડો ઇચ્છતા નથી. તેઓ અન્ય દેશોમાંથી સસ્તા ઘઉંની આયાત તો કરવાં માંગે છે પરંતુ પોતાના દેશના ખેડૂતોને સારા ભાવ આપવા માંગતા નથી. તેથી કરીને કેન્દ્ર સરકાર ઘઉંની આયાત ડ્યુટી ઘટાડવાની દરેક માંગ ફગાવી દીધી છે.

આયાત ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી

શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (CBOT) પર ઘઉંના ભાવ $6.84 પ્રતિ બુશેલ અથવા રૂ. 21,000 પ્રતિ ટનના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે રશિયન ઘઉં, જે કદાચ આયાતકારોની પસંદ હશે, તે ટન દીઠ $235 અથવા રૂ. 19,575ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે અન્ય દેશોમાં કિંમત 2000 થી 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. તેના પર 40 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાદવામાં આવ્યા બાદ તે ભારતીય ઘઉં કરતા મોંઘુ થઈ જશે. તેથી ખાનગી ક્ષેત્ર આયાત ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવાની માંગ કરી રહ્યું હતું. હવે સરકારે બેફામ કહી દીધું છે કે આયાત ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

સરકાર ભાવ પર નજર રાખે છે

ખાદ્ય અને જાહેર વિતારણ વિભાગના એક અધિકારી દ્વારા જણાવ્યા મુજબ સરકાર ઘઉંના બજાર ભાવ પર સક્રિયપણ નજર રાખી રહી છે. વધુમાં, કોઈ સંગ્રહખોરી ન થાય અને ભાવ સ્થિર રહે તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. વર્તમાન રવી માર્કેટિંગ સીઝન દરમિયાન, સરકારે 11 જૂન 2024 સુધી એમએસપી પર લગભગ 266 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ(પીડીએસ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે ફક્ત 184 લાખ ટનની જરૂર છે. આવી સ્થિતિમાં, આ પૂર્ણ કર્યા પછી પણ, સરકાર પાસે જરૂર પડ્યે બજારમાં હસ્તક્ષેપ કરવા માટે પૂરતો ઘઉંનું સ્ટોક ઉપલબ્ધ રહેશે.

ઉત્પાદન માંગમાં થશે વધારો

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વર્તમાન સિઝનમાં 1129.25 લાખ ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે દેશમાં વાર્ષિક વપરાથ 1050 લાખ ટન હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે પછી સંકટ જેવી સ્થિતિ સર્જવાના પ્રયાસો શા માટે થઈ રહ્યો છે. આખરે, આવું કરનાર લોકોને શું જોઈએ છે? જો કે હવે વિદેશમાંથી સસ્તા ઘઉંની આયાત કરીને ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ધરાવનારાઓને સરકારના આ નિર્ણય પછી આયકો લાગ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More