ઉનાળુ મગફળી
ગુજરાત સહિત અમરેલી સાહિત્ય સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે મગફળી તેલીબીયા વર્ગનો રાજા ગણવામાં આવે છે સૌથી વધુ દેશોમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને આપણા ભારત દેશની અંદર 65 થી 70 લાખ એક્ટર વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે ખૂબ જ મગફળીનું વાવેતર થયું છે .
ઉનાળુ મગફળીના પાકમાં શું છે અગત્યનું?
ઉનાળુ મગફળી 120 દિવસે કાપડી માટે તૈયાર થઈ જતી હોય છે કાપણી સમયે જો જમીન કઠણ હોય તો ફુવારા પદ્ધતિથી અથવા રેડ પદ્ધતિથી સામાન્ય પાણી આપવું જોઈએ જેથી સહેલાઈથી મગફળીના છોડ ખેંચી શકાય છે. મગફળીના છોડ ખેંચ્યા બાદ નાના નાના ઢગલા કરવા જરૂરી છે ત્યારબાદ મગફળીના પાંદડા સુકાઈ જાય ત્યારબાદ થ્રેસર ની અંદર કટીંગ માટે મગફળી ને નાખવામાં આવે છે અને થ્રેસરમાં દોડવા છૂટા પડેલ દોડવામાં રહેલી માટી દાખલા અને કચરો વગેરેનો નિકાલ કરવો અથવા પવનમાં ધાર દઈ અને દૂર કરવું જરૂરી છે . થ્રેસર થી દોડવા છૂટા પાડી છાયડામાં સુકવી ભેજનું પ્રમાણ 8% થી ઓછું હોય તે મુજબ સંગ્રહ કરવો અથવા વેચવા માટે માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાથી ઉત્પાદનમાં વધારો મળે છે અને સાથે જ ઊંચો ભાવ મળવાની શક્યતાઓ રહેતી હોય છે.
ઉનાળુ બાજરી
ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે જ્યારે ઠંડીનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે આ બાજરીનું વાવેતર શરૂ કરવામાં આવે છે ગુજરાત રાજ્ય બાજરીના વાવેતરની દ્રષ્ટિએ ભારતનું ત્રીજા નંબરનું રાજ્ય ગણવામાં આવે છે આશરે 8.50 લાખ હેક્ટર વિસ્તારની અંદર બાજરીનું વાવેતર કરવામાં આવે છે.
આ પણ વાંચો:તાપી જીલ્લાના મહેશભાઈએ કરી ભીંડાની પ્રાકૃતિક ખેતી, હવે કરે છે હજારો રૂપિયાની કમાણી
ઉનાળુ બાજરીના પાકમાં શું છે અગત્યનું?
ઉનાળુ બાજરીમાં પાક નિગલો અવસ્થાએ આવે ત્યારે પૂરતી ખાતરનો બીજો હપ્તો હેક્ટર દીઠ 300 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે 66 કિલોગ્રામ યુરિયા અથવા 150 kg એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું જોઈએ પાકા તૈયાર થઈએ સમયસર કાપણી કરવી લેવી જોઈએ ડુંડા બરાબર તપાવી દાણા છૂટા પાડી દાણાને બરોબર સાફ કરવા જરૂરી છે પૂરતા સૂકવી ભેજનું પ્રમાણ 8 થી 10% રહે ત્યાંર પછી સંગ્રહ કરવા માટે યોગ્ય બને છે બાજરીના કુતુલ રોગમાં રોગસ્ટ છોડના ડુંડા પર દાણા ની જગ્યાએ નાના નાના વાકડિયા લીલા પાન જેવી ફૂટ નીકળે છે જેને લીધે ખૂંખો નો દેખાવ સાવરણી દેખાઈ છે. સાથે માર્કેટમાં સારો ભાવ હોય ત્યારે બાજરાનો નિકાસ કરવો જોઈએ જેથી નફા કારક ખેતી બની રહે છે
Share your comments