વર્ષ 1965માં જ્યારે દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી, ત્યારે રસાયણિક ખાતરને એક વિકલ્પના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો. તે સમય દેશમાં અનાજની અછતને જોતા અને ઓસ્ટ્રેલિયાથી આવી રહેલા લાલ ઘઉંના કારણે રાસાયણિક ખતારને દેશના ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જેથી દેશમાં પાકનું ઉત્પાદન વધારી શકવામાં આવી શકાય. તેથી પાકનું ઉત્પાદન વધ્યો તેમાં કોઈ શંકા નથી. પરંતુ તેના કારણે ધીમે ધીમે આજે જમીન ઉજ્જડ થવા માંડી છે અને રાસાયણિક ખાતર થકી ઉગાડવામાં આવેલ શાકભાજી, અનાજ, ફળ તેમજ મસાલાના કારણે દેશમાં કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે.
નાના નાના બાળકોમાં કેન્સર ડિડેક્ટ થઈ રહ્યું છે અને ગુજરાત તો કેન્સરમાં દેશમાં નંબર 1 પર છે,. જેને જોતા રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત કે પછી પ્રાકૃતિક ખેતી તરફ ધપાવામાં આવી રહ્યો છે અને સરકારના પ્રયાસથી રાજ્યના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ વળ્યા પણ છે. તેને જોતા રાજ્યના રાજ્યપાલ અચાર્ય દેવવ્રતે ખેડૂતોને એક સલાહ આપી છે.
રાજ્યપાલ અચાર્ય દેવવ્રતની ખેડૂતોને સલાહ
એક સાક્ષતકાર દરમિયાન રાજ્યપાલ અચાર્ય દેવવ્રતે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે જૈવિક ખેતીના કારણે આવનારા વર્ષોમાં દેશમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થશે અને દેશમાં ભોજનની અછત સર્જાશે.તેમને કીધું અમે જે જૈવિક ખેતીની વાત કરી રહ્યા છે તે પ્રાકૃતિક ખેતીથી અલગ છે.આ વાતને અમારા ખેડૂત ભાઈયો અને કૃષિ વૈજ્ઞાનિકોને સમજવું જોઈએ. તેમને કહ્યું કે 30-40 વર્ષ પહેલા રાસાયણિક ખેતીના વિકલ્પના રૂપમાં રાજ્ય સરકારોએ જૈવિક ખેતીને આગળ વધાર્યો હતો, પરંતુ જૈવિક ખેતી આજે પણ એક સફળ મોડલ બનવામાં નિષ્ફળ ગઈ છે.
હું પોતેજ પણ વર્ષો સુધી જૈવિત ખેતી કરી, પરંતુ મારે પણ તેને છોડવું પડ્યો, કેમ કે તેમાં અળસિયાનું ઉપયોગ કરવામાં આવે છે જોકે છાણને ગળી જાય છે અને જ્યારે તાપમાન સામાન્યથી વધુ કે પછી ઓછા થઈ જાય છે ને તો તેઓ મરી પણ જાય છે. અળસિયું અને છાણથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં પણ બે થી અઢી વર્ષનું સમય જાય છે. તેમને કહ્યું કે જ્યારે ખેતરમાં વધુ છાણ નાખવામાં આવે છે, ત્યારે દુશ્મન જંતુઓને વધુ ખોરાક મળે છે અને તેઓ વધુ પ્રજનન કરીને પાક પર હુમલો કરે છે. પાકમાં રોગ ચાળા વધે છે અને સજીવ ખેતીથી ન તો રોગચાળા અટકે છે અને નહિતર તેથી વધુ ઉત્પાદનની ખાતરી મળે છે. તેમને કહ્યું કે અમારા ખેડૂત ભાઈયોને સમજવું પડશે કે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી એક બીજાથી અલગ છે.
પ્રાકૃતિક ખેતીની સાચી રીત
જંગલમાં યુરિયા કે ડીએરી કોઈ આપતું નથી, પરંતુ વૃક્ષો અને છોડમાં કોઈ પોષક તત્વોની અછત નથી. જ્યારે કુદરત જંગલના છોડમાં કુદરતી રીતે બધું આપે છે, તો પછી તે ખેતરમાં કેમ નહી આપે. જંગલમાં લાગુ પડે તેવા જ નિયમોનો ઉયોગ કરીને ખેતરોમાં કામ કરવું કુદરતી ખેતી છે. કુદરતી ખેતી એ સુશ્ર્મજીવો, અળસિયા અને મૈત્રીપૂર્ણ જંતુઓની ખેતી છે. આના થકી જમીનમાં કાર્બનને વધારવા આવે છે. આપણે જમીનમાં જેટલા વધુ સુક્ષ્મજીવાણુઓ વધારીશું તેટલા જ વધુ કાર્બનિક કાર્બન જમીનમાં વધશે પરંતુ અમે એવી ભૂલ કરી રહ્યા છે, જેના કારણે ખેતરમાં સુક્ષ્મજીવો ખત્મ થઈ રહ્યા છે.,
વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ ભારતમાં વેચાયે છે
ગુજરાતના રાજ્યપાલ અચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું કે વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ ભારતમાં વેચાયે છે. તેમણે કહ્યું કે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં શું તફાવત છે તેની જાણકારી ખેડૂતો સુધી અમારે પહોંચાડવી પડશે. 15 ઓગસ્ટ પર લાલ કિલ્લાથી આપેલ વડા પ્રધાન મોદીના નિવેદન રજુ કરતા તેમણે કહ્યું કે પીએમ મોદી દેશના ખેડૂતો માટે ઘણા પરેશાન છે, તેથી કરીને તેમને 15 ઓગસ્ટ પર પ્રાકૃતિક ખેતીને વધારવાનું નિવેદન આપ્યો હતો.
રાજ્યપાલે કહ્યું કે જેઓ અમે બધા ભેગા મળીને પ્રાકૃતિક ખેતીને દરેક ખેડૂત સુઘી પહોંચાડીશું તો જ ભારત ઝેર મુક્ત થશે. ગુજરાતના વિશેમાં વાત કરતાં તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને રાજ્યને ઝેર મુક્ત કરવાનું સંકલ્પ લઈને બેઠા છે. તેથી તેમની કમાણી પણ બમણી થઈ જ રહી છે અને ગુજરાત પણ ઞેર મુક્ત થઈ રહ્યો છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતના ખેડૂતોએ આવનારા પેઢીને કેન્સર મુક્ત ગુજરાત આપીને જઈશું એજ એમને સપનો છે.
Share your comments