ચાલૂ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયુ નુકશાનને જોતા રાજ્યની ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી દીધું છે.જણાવી દઈએ કે આ રાહત પેકેજ ઓગસ્ટ 2024 માં વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના લીઘે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા પાસેથી મળી માહિતી મુજબ ગુજરાતની ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે ખેત પાકને થયેલ નુકશાનને જોતા રૂ. 1419.62 કરોડ સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય હેઠળ 20 જિલ્લાઓના 136 તાલુકાના 6812 ગામોના 7 લાખથી પણ વધુ ખેડૂતોને આર્થિક નુકસાન માટે પેકેજ થકી સહાય પૂરી પાડવામાં આવશે, આ રકમ એસડીઆરએફ દ્વારા નક્કી કરાયેલા ધોરણે સાથે રાજ્યના ભંડોળમાંથી આપવામાં આવશે.
કયા કયા જિલ્લાઓના ખેડૂતોને મળશે સહાય
આ પેકેજ હેઠલ નવસારી, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, પંચમહલ, મોરબી, રાજકોટ, જામનગર, ડાંગ, અમદાવાદ, ભરૂચ,જુનાગઢ, સુરત, પાટણ, દાહોદ, કચ્છ, તાપી, છોટાઉદેપુર જેવા 20 જિલ્લાઓના 6812 ગામોનો સમાવેશ થાય છે. પિચત અને બિન પિચક પાકો ઉપરાંત બાગાયત પાકો ઘરાવતા ખેડૂતોને પણ આ પેકેજ હેઠળ સહાય આપવામાં આવશે.
કોણે કેટલી સહાય મળશે
ગુજરાતની ભૂપેંદ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવી સહાયને વિવિઘ પેકેજમાં વેચવામાં આવ્યો છે. તેમાં સહાયના અલગ અલગ ધોરણો નક્કી કરવામાં આવ્યો છે. જ્યાં બિન પિચત પાક ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 11 હજાર રૂપિયા પ્રતિ હેક્ટરના ધોરણે સહાય મળશે તો પિચત પાક ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. તેમજ બાગાયતી પાક ધરાવનાર ખેડૂતોને રૂ, 22,500 ની સહાય પ્રતિ હેક્ટરના મુજબ આપવામાં આવશે. આ સાથે ઓછા જમીન ધરાવનાર ખેડૂતોને 3500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય પૂરી પાડવામાં આવશે. જણાવી દઈએ કે 1419.62 કરોડના પૈકી 1097.31 કરોડ રૂપિયાની રકમ એસડીઆરએફ હેઠળ આપવામાં આવશે, જ્યારે સરકાર તરફથી 322.33 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.
સરકારની આ સહાયને લઈને ખેડૂતોનો શું મંતવ્ય છે?
કમોસમી વરસાદના કારણે નુકશાન પામેલ પાકને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલ સહાયને લઈને કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા સૂરત જિલ્લાના ખેડૂત ધીરેંદ્ર ભાઈ દેસાઈએ જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવેલ આ સહાયથી અમને કઈ નહીં પોસાય. તેમને કહ્યું કે કમોસમી વરસાદના કારણે મારો 40 લાખ રૂપિયાનું નુકશાન થયુ છે અને સરકાર મને ફક્ત 22 હજાર રૂપિયા આપી રહી છે, તેથી મારો શું બને? તમે પોતેજ વિચારો... કઈંક આવુ જ જવાબ જામનગરની મહિલા ખેડૂત પૂજાબેનનું પણ હતો. તેમનો પણ શાકભાજીનું ઉભા પાકનું પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેની નુકશાની સરકાર દ્વારા આપવામાં આવેલ સહાયથી ઘણું વધુ છે.
Share your comments