Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

28 વર્ષ પહેલા એવું તો શું થયું હતું જેના કારણે એમ.સી ડોમિનિકે કૃષિ જાગરણનો પાયો નાખ્યો હતો

આજના સમયમાં, રમતગમત, મનોરંજન અને રાજકારણ લોકો માટે ખૂબ જ સરળતાથી સુલભ છે, પરંતુ જ્યારે ખેતીની વાત આવે છે, ત્યારે આ વિભાગ ઘણો પાછળ રહી જાય છે. કૃષિ માહિતીને પાંખો આપનાર એમસી ડોમિનિકે તેની શરૂઆત વર્ષ 1996માં એક મેગેઝિન થકી કરી હતી. નાનપણથી જ અભ્યાસના શોખીન એમસી ડોમિનિકે વર્ષ 1993માં દિલ્હીના નૌરોજી નગરમાં એક જાહેરાત એજન્સી શરૂ કરી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja

આજના સમયમાં, રમતગમત, મનોરંજન અને રાજકારણ લોકો માટે ખૂબ જ સરળતાથી સુલભ છે, પરંતુ જ્યારે ખેતીની વાત આવે છે, ત્યારે આ વિભાગ ઘણો પાછળ રહી જાય છે. કૃષિ માહિતીને પાંખો આપનાર એમસી ડોમિનિકે તેની શરૂઆત વર્ષ 1996માં એક મેગેઝિન થકી કરી હતી. નાનપણથી જ અભ્યાસના શોખીન એમસી ડોમિનિકે વર્ષ 1993માં દિલ્હીના નૌરોજી નગરમાં એક જાહેરાત એજન્સી શરૂ કરી હતી. તે તેમના જીવનની શરૂઆત હતી જેણે વિશ્વમાં એક નવી દિશાનું કિરણ પ્રજ્વલિત કર્યું. એજન્સીના કામને જોતા એમસી ડોમિનિક જ્યારે તેમના કામને લઈને નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ (NFL)ની ઓફિસમાં ગયા તો ત્યાં તેમણે વિવિધ મેગેઝિન જોયું,પરંતુ આટલી મોટી સંસ્થામાં ખેતીને લગતું એક પણ સામયિક ન હોવાથી તેણે પોતાના મનમાં મોટા ફેરફારની યોજના ઘડી. એનએફએલથી પરત ફર્યા પછી એમસી ડોમિનિકે 5 સેપ્ટેમ્બર 1996 માં કૃષિ ક્ષેત્રથી જોડાયેલી ભારતની પ્રખ્યાત મેગેઝિન કૃષિ જાગરણની શરૂઆત કરી હતી. જણાવી દઈએ તેથી પહેલા એમસી ડોમિનિકે ચેન્નઈ (ત્યારે મદ્રાસ) માં એક પ્રમુખ લીઢરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામની પણ શરૂઆત કરી હતી, પરંતુ થોડા સમય પછી તેઓએ દિલ્લી ખાતે પોતાની એજન્સી શરૂ કરી દીધી હતી.

કૃષિ જાગરણ મેગેઝિન આજે દેશભરના ખેડૂતોની ઓળખ છે. કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના જુસ્સા સાથે શરૂ થયેલું આ માસિક મેગેઝિન આજે ભારતની 12 ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જેમાં ગુજરાતીનું પણ સમાવેશ થાય છે. છેલ્લા 28 વર્ષથી કૃષિ અને ખેડૂતોને લગતા વિવિધ મુદ્દાઓને આ મેગેઝિન થકી આવરી લેવામાં આવી રહ્યો છે. ખૂબ જ ટૂંકા સમયમાં, મેગેઝિન ભારતમાં સૌથી વધુ પ્રસારિત મેગેઝિન બની ગઈ છે અને "લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ" માં પણ તેને સ્થાન મળ્યો છે. જણાવી દઈએ શરૂઆતમાં કૃષિ જાગરણની મેગેઝિનને હિંદીમાં શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે તેઓ હિંદીના સાથે સાથે અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, અસમી. પંજાબી, ઉડિયા,મલયાલમ. તમિલ, કન્નડા, તેલગુ અને મરાઠીમાં પણ પ્રકાશિત થાય છે.

એમસી. ડોમિનિક અને શાઇની ડોમિનિક
એમસી. ડોમિનિક અને શાઇની ડોમિનિક

મળ્યો જીવનસાથીનું સાથ

એમસી ડોમિનિકની પત્નીએ તેમના સપનાને પૂરા કરવા માટેના દરેક પગલામાં તેમને ટેકો આપ્યો. જાગરણ ખાતે 'મેનેજિંગ ડિરેક્ટર' તરીકે શાઇની ડોમિનિક કૃષિ સંસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે. એમસી ડોમિનિકની મહેનત દરેક પગલે ફળી હતી અને તેમણે ખેડૂતોને અનુકૂળ રીતે કૃષિની માહિતી પૂરી પાડવા માટે 12 ભારતીય ભાષાઓમાં કૃષિ જાગરણ વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલ પણ શરૂ કર્યો. નવી માહિતી સાથે, એમસી ડોમિનિકે ખેડૂતો માટે એક પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે, જ્યાં ખેડૂતો પોતે તેમના પાક અથવા કૃષિ સંબંધિત માહિતી અન્ય ખેડૂતો સાથે શેર કરી શકે છે. તે પ્લેટફોર્મ છે " ફાર્મર ધ જર્નાલિસ્ટ". હાલમાં 2000 થી વધુ ખેડૂતો ફાર્મર ધ જર્નાલિસ્ટ કાર્યક્રમનો ભાગ છે. આ પ્રયાસોને કારણે કૃષિ જાગરણને ડિજિટલ મીડિયામાં 'એક્સલન્સ ઓનર એવોર્ડ' પણ મળ્યો છે. આજે કૃષિ જાગરણે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની મહત્વપૂર્ણ હાજરી નોંધાવી છે.

ખેડૂતોને પોતાની બ્રાન્ડ ઉભા કરવાની તક

એમસી ડોમિનિકે 'ફાર્મર ધ જર્નાલિસ્ટ' જેવું પ્લેટફોર્મ ચલાવ્યા પછી ખેડૂતો માટે "એગ્રિકલ્ચરલ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (AJAI)" ની સ્થાપના કરી, જે કૃષિ પત્રકારોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તે કૃષિ ક્ષેત્રમાં સંચારના ઉચ્ચ ધોરણોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય મિશન સાથે કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં એકમાત્ર "એગ્રિકલ્ચર જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (AJAI) કૃષિ જાગરણે" હવે "ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટ્સ (IFAJ)" ના 61મા સભ્ય બની ગઈ છે. કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય ક્ષેત્રોમાં ખેડૂતોને દરેક સંભવિત રીતે મદદ કરવા માટે એમસી ડોમિનિકે 'ફાર્મર ફર્સ્ટ' પ્રોગ્રામ પણ શરૂ કર્યો અને 'ફાર્મર ધ બ્રાન્ડ (FTB)' જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ શરૂ કર્યા. આ પ્રોગ્રામ ખેડૂતોને તેમની પોતાની બ્રાન્ડ બનાવવા અને તેને સમગ્ર વિશ્વમાં વેચવામાં મદદ કરે છે.

કૃષિનું સ્તર ઊંચા લાવવા માટે વિશેષ પગલા  

કૃષિ જાગરણના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ, એમ.સી. ડોમિનિક છેલ્લા 28 વર્ષથી ખેડૂતોના કલ્યાણ, તેમની આર્થિક સ્થિતિ અને ખેતીની સુધારણા માટે કામ કરી રહ્યા છે. અલબત્ત, કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતી તરફ પાછા ફરવા પ્રોત્સાહિત કરી રહી છે,પરંતુ આ અભિયાનમાં કૃષિ જાગરણ પણ પાછળ નથી. કૃષિ જાગરણ પણ કૃષિનું સ્તર ઉંચુ લાવવા માટે વિશેષ પગલા લઈ રહ્યું છે. આ શ્રેણીમાં કૃષિ જાગરણના સ્થાપક અને મુખ્ય સંપાદક એમ.સી. ડોમિનિક દ્વારા મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમણે ખેતીમાંથી માત્ર પોતાની આવક બમણી કરી નથી, પરંતુ તેઓ અથક પ્રયાસો અને ખેતીની નવીનતમ પદ્ધતિઓથી કરોડપતિ પણ બન્યા છે. આ તમામ ખેડૂતો કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ અને વિકાસનો પુરાવો છે.

આ પણ વાંચો:MFOI 2024: કૃષિ જાગરણની નવી પહેલ ગ્લોબલ ફાર્મર બિઝનેસ નેટવર્કિંગ

4આ ખેડૂતોને ઓળખવા માટે 'કૃષિ જાગરણ' એ 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડની પહેલ કરી છે. જો કે, ગયા વર્ષના MFOI એવોર્ડ્સ 2023ની ભવ્ય સફળતા પછી, કૃષિ જાગરણે આ વર્ષે પણ MFOI એવોર્ડ્સ 2024નું આયોજન કર્યું છે. પરંતુ આ વર્ષનો એવોર્ડ શો આકર્ષણનું કેન્દ્ર રહશે, કારણ કે આ વખતે ખેડૂતોને એક વિશેષ પ્લેટફોર્મ આપવા માટે કૃષિ જાગરણના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ એમ.સી. ડોમિનિકે 'સ્ટાર ફાર્મર સ્પીકર' અને 'ગ્લોબલ ફાર્મર બિઝનેસ નેટવર્ક' પહેલ પણ શરૂ કરી છે. 

ભારતના કૃષિ ક્ષેત્રને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવી 

તેથી, અહીં એવું કહેવું ખોટું નહીં ગણાવશે કે ડોમિનિક દંપતીની અથાક મહેનતે વિશ્વમાં ભારતના કૃષિ ક્ષેત્રને એક અલગ ઓળખ અપાવી છે. એમસી ડોમિનિકે વિશ્વને તે માર્ગ બતાવ્યો જેના દ્વારા આપણે ખેડૂતોને દરેક દિશામાં જોડીને નવી દુનિયામાં પ્રવેશી શકીએ છીએ. એમસી ડોમિનિકે વિશ્વને તે માર્ગ બતાવ્યો જેના દ્વારા આપણે ખેડૂતોને દરેક દિશામાં જોડીને નવી દુનિયામાં પ્રવેશી શકીએ છીએ. આજે એમસી ડોમિનિક એ એક ઉત્તમ ઉદાહરણ છે કે આપણે ખેડૂતોનું જીવન કેવી રીતે બદલી શકીએ છીએ.

Share your comments

Subscribe Magazine

More on News

More