Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ધરતીપુત્ર સન્માન બાઇક યાત્રાનું ઠેર ઠેર સ્વાગત, સભામાં ખેડૂતો ઉમટ્યા!

ગુજરાતમાં આગામી 2022ની ચૂંટણીઓને લઇને કેન્દ્ર સ્થાને ખેડૂત, ખેતી, ગામડાઓના પ્રશ્નના મુદ્દાઓ રહેશે, તેવી અટકળો વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત આલમના વણઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હોય તેવો માહોલ સર્જાય રહ્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Banaskatha Farmer Meeting
Banaskatha Farmer Meeting

ગુજરાતમાં આગામી 2022ની ચૂંટણીઓને લઇને કેન્દ્ર સ્થાને ખેડૂત, ખેતી, ગામડાઓના પ્રશ્નના મુદ્દાઓ રહેશે, તેવી અટકળો વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત આલમના વણઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હોય તેવો માહોલ સર્જાય રહ્યો છે. ગુજરાતના અગ્રણી ખેડૂત નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પ્રશ્ને વાચા આપવા માટે આપ’ વધુ સક્ષમ બની રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓના ખેડૂતો સુધી પહોંચવા માટે ખાસ ધરતીપુત્ર સન્માન બાઇક યાત્રા શરૂ કરવામાં આવી છે, જેને ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. દરમિયાન ગણેશ ચતુર્થીના દિવસે યાત્રાની પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી અને ધરતીપુત્ર સન્માન બાઇક યાત્રા ઉત્તર ગુજરાતના વાવ થઇ થરાદ પહોંચી હતી ત્યાર બાદ ત્યાંથી લાખણી તાલુકાના જસરા ગામે પહોંચી હતી. દરમિયાન ડીસા તાલુકાના દામા ગામે પણ યાત્રા પહોંચતા ખેડૂતોની મોટી સભા યોજવામાં આવી હતી.

આપ’ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે, હાલ ખેડૂતોને કાયદેસર સરકારની જાહેરાત અનુસાર મળવી જોઈતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નથી મળી !, દુષ્કાળ મેન્યુયલ ભૂલાયું છે!, દરમિયાન ખેડૂતોને અગાઉના વર્ષોમાં પણ ખેડૂત અને ખેતી અંતર્ગત દુર્દશાનો સામનો કરવો પડ્યો છે ! જે તમામ બાબતો અંગે ધરતીપુત્રોને જાગરૂક કરવા અને સરકારની સંવેદનાને ઢંઢોળવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને પ્રદેશ નેતા સાગરભાઈ રબારી ખેડૂતોની આ યાત્રાના માધ્યમથી ગામડે ગામડે પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો - BIG BREAKING / સૌથી મોટા સમાચાર: રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું રાજીનામું

Share your comments

Subscribe Magazine

More on News

More