ગુજરાત સહિત સમગ્ર દેશમાં રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહી છે,ત્યારે ગુજરાતમાં ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. એપ્રિલ મહિનામાં તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
- ગરમીથી હાહાકાર
- લોકો ગરમીમાં શેકાયા
- 122 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
- ગરમીથી બચવા અનેક ઠંડા પીણાનો સહારો
અનેક રાજ્ય માટે હવામાન વિભાગે એક મહત્વની આગાહી કરી છે, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.
2 થી 3 ડિગ્રી સુધી ઘટશે તાપમાન
રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કાળઝાળ ગરમીની સંભાવનાને લઈને આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે.
આ પણ વાંચો : ધગધગતી ગરમીમાં વીજળી વગર પણ 15 કલાક ચાલશે આ પંખો, જેની કિંમત છે સાવ ઓછી
ગરમીથી બચવા લઈ રહ્યાં છે આનો સહારો
લોકો ગરમીથી બચવા માટે પરિવાર સાથે વોટર પાર્ક પહોંચ્યા છે. તો આ તરફ બપોરના આકરા તાપથી બચવા લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે. ઉપરાંત ઠંડા પીણા, શેરડીનો રસ, આઈસક્રીમ અને બરફ ગોળાનો સહારો લઈને લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે.
દેશમાં ઘટશે ગરમી
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સોમવારે ભીષણ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં વાદળ છવાયેલા રહેશે. અહીંના લોકોને લૂ અને ભીષણ ગરમીથી થોડી રાહત મળશે.
આ પણ વાંચો : નવાઈની વાત : વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કેરી, જાણો કેરી ખાવાના 7 મોટા ફાયદા
ભારતમાં ગરમીએ 122 વર્ષનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનુ અનુમાન છે કે 3 મે થી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમી રાજસ્થાનમાં પણ ગરમીનો કહેર ઓછો થશે. અત્યારે ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ એપ્રિલ 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. અહીં સરેરાશ તાપમાન 35.9 ડિગ્રી સેલ્સિયસ અને 37.78 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ.
ઉત્તર પશ્ચિમ ભારતમાં એપ્રિલ 2010માં સરેરાશ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. તેના પહેલા વર્ષ 1973માં 37.75 ડિગ્રી નોંધાયુ હતુ. વૈજ્ઞાનિકોએ જળવાયુ પરિવર્તનને લઈને આગાહી કરી છે. આ ક્ષેત્રમાં વધતા તાપમાનની અસર એક અરબ લોકો પર પડશે.
આ પણ વાંચો : ધગધગતી ગરમીમાં આ 7 ઉપાયો થકી તમારા પશુઓને ગરમીથી બચાવો
Share your comments