રાજ્યમાં ગરમી સતત કહેર વરસાવી રહી છે, ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ પોતાનો પ્રકોપ વર્તાવી રહી છે. પાકિસ્તાન તરફથી આવતાં ગરમ સુકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું
ગરમી વધવાનું મુખ્ય કારણ
પાકિસ્તાન તરફથી આવતાં ગરમ સુકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો છે. અને અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે ગરમ-સુકા પવનોની સાથે પવનની ગતિ 10 કિલોમીટરથી ઘટીને 3 કિલોમીટરે પહોંચતાં છેલ્લાં 10 વર્ષોમાં વર્ષ-2019 પછી એટલે કે, 3 વર્ષ બાદ ગરમીનો પારો 43.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જેથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં અર્લી હિટવેવ આવી છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ શનિ-રવિવારથી ગરમી ઘટશે, તેમજ આગામી અઠવાડિયાં દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાવાથી ગરમીથી રાહત રહેશે. જેથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં અર્લી હિટવેવ આવી છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ શનિ-રવિવારથી ગરમી ઘટશે, તેમજ આગામી અઠવાડિયા દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાવાથી ગરમીથી રાહત રહેશે.
16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રી રહેશે
રાજ્યમાં અગનવર્ષાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરૂવારે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના નહીવત છે.
હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેંદ્રનગર,રાજકોટ, અમરેલી તો શનિવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર,રાજકોટ, સુરેંદ્રનગર,અમરેલી તો રવિવારે બનાસકાંઠા અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
7 એપ્રિલે નોંધાયેલ ગરમીનુ તાપમાન
ગુરૂવારે એટલે કે 7 એપ્રિલે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 44.4 ડિગ્રી પહોંચી ગયો હતો. કેશોદમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભૂજ, ડીસા અને અમરેલીમાં ગુરૂવારે ગરમીનો પારો 43.4 ડિગ્રી સુધી પહોંચતા નાગરિકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી, રાજકોટમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.
પોરબંદરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભાવનગરમાં ગરમીનો પારો 40.1 ડિગ્રી નોંધાયો હતો. સુરતમાં ગરમીનો પારો 39.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.
ગરમીમાં ઘટાડો થવાની શક્યતા
આગામી 24 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં છેલ્લાં 10 વર્ષો દરમિયાન વર્ષ- 2019માં 5, 29 અને 30 એપ્રિલે ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ જયારે મોટેભાગે 28, 29 અને 30 એપ્રિલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
અમદાવાદ શહેરમાં ગરમી વધતા AMCનો એક્શન પ્લાન
અમદાવાદમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ હીટ એક્શન પ્લાન તૈયાર કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ દિવસોમાં બપોરે 12થી ચાર વાગ્યા સુધી બાંધકામ સાઈટો પર કામગીરી બંધ રાખવા માટે બિલ્ડરોને સૂચના આપવામાં આવી છે.
એટલુ જ નહીં ગરમીના સમયમાં તમામ બગીચા બપોરના સમયે લોકો માટે ખુલ્લા રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ શહેરના તમામ 80 અર્બન હેલ્થ સેંટરો અને મહાનગર પાલિકા હસ્તકની હોસ્પિટલોમાં લૂ લાગવા સહિતની ફરિયાદો લઈ પહોંચનારા તમામ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Urea DAP Price : દેશમાં ફરી એકવાર વધી શકે છે ખાતરનો ભાવ, પણ ખેડૂતોને નહીં થાય પરેશાની
આ પણ વાંચો : Heena Farming : ઓછું રોકાણ કરીને મહેંદીની ખેતીથી કમાવો લાખો રૂપિયા, મળશે જોરદાર નફો
Share your comments