Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવામાન વિભાગની આગાહી : આ તારીખે લોકોને મળશે ગરમીથી રાહત

ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં ગરમીએ લોકોને હેરાન કરી મૂક્યા છે. રવિવારે તમામ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. તો આગામી દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે કે નહીં તે અંગે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
In Delhi Scorching Heat Broke All  The Records
In Delhi Scorching Heat Broke All The Records

ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં ગરમીએ લોકોને હેરાન કરી મૂક્યા છે. રવિવારે તમામ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. તો આગામી દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે કે નહીં તે અંગે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમીએ કર્યો હાલ બેહાલ

રાજ્યમાં શરૂ થયેલાં દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે અમદાવાદ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જો કે, અઠવાડિયા બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 0.4 ડિગ્રી વધીને 43.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 28 ડિગ્રી નોંધાયુ હતું.

કેટલાક વિસ્તારમાં થંડર સ્ટોર્મની શક્યતા

એક અઠવાડિયા બાદ દક્ષિણ-પશ્ચિમના પવનને કારણે વાતાવરણમાં અસ્થિરતા વધશે, અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી કેટલાંક વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ થશે. જો કે, મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી આસપાસ પહોંચશે

રાજધાની દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ

રાજધાની દિલ્હીમાં ઉનાળાની ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દિલ્હીના મુંગેશપુર અને નજફગઢમાં પારો 49 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, મુંગેશપુરમાં 49.2 અને નજફગઢમાં 49.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ગત શનિવારે પણ ગરમીની લહેરથી દિલ્હીવાસીઓના ચહેરા પર રોનક આવી ગઈ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ હતું.

આ પણ વાંચો : શું તમે પણ કાળા લસણ વિશે સાંભળ્યું છે ? ચાલો વાંચો તેના જબરદસ્ત ફાયદાઓ વિશે

ગરમીથી રાહત માટે હવામાન વિભાગે કરી આગાહી

જો કે આગામી બે દિવસ સુધી દિલ્હીવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે અને મંગળવાર સુધી દિલ્હીમાં કેટલીક જગ્યાએ હળવા ઝરમર વરસાદ સાથે ધૂળની ડમરીઓ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

વર્ષ 2022-26 દરમિયાન દુનિયામાં ગરમી સર્જશે તારાજી

વૈશ્વિક તાપમાન તેની સરહદો ઓળંગે અને દુનિયામાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ વધે તેવી આશંકા દિવસે દિવસે વધી રહી છે. વર્ષ 2022થી 26ના આગામી પાંચ વર્ષમાં ગરમી બધા જ વિક્રમો તોડી શકે છે.  તાપમાન જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.

આ પણ વાંચો : હવામાન વિભાગ : હજુ નહીં મળે ગરમીમાંથી રાહત

Share your comments

Subscribe Magazine

More on News

More