ફરી એકવાર ગગડશે પારો ?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે, જેના કારણે આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. જ્યારે બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે અને જેના લીધે કડકડતી ઠંડીનો અનુભવ કરી શકાશે. ગત રાત્રિએ 15.2 ડિગ્રી સાથે વડોદરા ઠંડુગાર રહ્યું હતું. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 16.4 અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં હવે દિવસ દરમિયાન તડકાની તીવ્રતા પણ ઘટી રહી છે. આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ રહેશે.
સમગ્ર ઉત્તર ભારતમાં ગગડી શકે છે તાપમાન
જો પહાડી વિસ્તારોની વાત કરીએ તો 9 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે વરસાદ અને હિમવર્ષા વધી શકે છે, જેમાં આપણે ઉત્તરાખંડને પણ આવરી શકીએ છે. બીજી તરફ, પંજાબ, હરિયાણા, રાજધાની દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના અલગ ભાગો સહિત ઉત્તરીય મેદાનોમાં વરસાદ અને ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ પણ હવામાનમાં ફેરફાર ચાલુ છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની અસર ઘણી હદે ઘટી ગઈ છે. હવામાન વિભાગ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરાના ભાગોમાં ગાઢ ધુમ્મસથી રાહત મળવાની કોઈ આશા દેખાઈ નથી રહી.
આ પણ વાંચો : લીલા ચણા ખાવાથી શરીર રહેશે નિરોગી
આ પણ વાંચો : સરસવને હિમની સ્થિતિથી બચાવો અને રોગોના લક્ષણો જાણો
Share your comments