ગુજરાતમાં અને દેશમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, એવામાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીનું મોજું તીવ્ર બનશે, અને દેશના ઘણા વિસ્તારોમાં સવારથી જ તીવ્ર સૂર્યપ્રકાશ લોકોની પરેશાનીનુ કારણ બની ગયો છે. કારણ કે જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ સૂર્ય વધુ પ્રખર બન્યો છે.
દેશભરના રાજ્યોના લોકો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે, જ્યારે ઘણા વિસ્તારો ગરમીની લપેટમાં આવી ગયા છે. આ દરમિયાન પવનની ઝડપ પણ 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. તે જ સમયે, રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં સવારથી જ તીવ્ર સૂર્યપ્રકાશ લોકોને પરેશાન કરી રહ્યો છે, કારણ કે સૂર્ય જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ વધુ તીવ્ર બન્યો છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે અને પાંચ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. અને હવે દિવસ દરમિયાન 42.6 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.
આ પણ વાંચો :
હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે બુધવાર-ગુરુવારે રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. જેમાં બુધવારે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જ્યારે ગુરુવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી ૩-૪ દિવસ મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
અમદાવાદમાં બુધવારે વાદળછાયું વાતાવરણ રહે,ધૂળની ડમરી સાથે પવન ફૂંકાય અને હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૨.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. બુધવાર-ગુરુવારે મહત્તમ તાપમાનમાં સાધારણ ઘટાડો અનુભવાશે. જોકે ત્યારબાદ તાપમાન ફરી 42ને પાર જઈ શકે છે. ગાંધીનગર, અમરેલી, જુનાગઢમાં પણ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો.
આ પણ વાંચો : બિઝનેસ આઈડિયા 2022 : શું તમને ખબર છે કે તમે ડુંગળીની પેસ્ટ બનાવીને ઘર બેઠા કરી શકો છો લાખોની કમાણી
પરંતુ દિલ્હીવાસીઓ માટે રાહતની વાત છે કે બુધવારથી હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ રહે તેવી શક્યતા છે. આ સાથે રાત્રી દરમિયાન વાવાઝોડા સાથે હળવા ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે.
દેશવ્યાપી હવામાન પ્રણાલીઓ આ સાથે ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. અન્ય એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ અરબી સમુદ્રના મધ્ય ભાગમાં આવેલું છે. આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુ કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ખાડી પર એક ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે.
આ પણ વાંચો : IndBank માં ભરતી: 73 જગ્યા પર નીકળી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ
Share your comments