હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતિઓને આવનારા દિવસોમાં કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યાત જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજેથી લઈને 8 અને 9 જૂન સુધી વરસાદ થવાની શક્યતા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં વાદળ છવાયું વાતાવરણ રહેશે.
રાજ્યાં તાપમાન કેટલું રહેશે
ભારતીય હવામાન વિભાગ દ્વારા તાપમાનને લઈને જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા મહેસાણા, પાટણ, રાજકોટ. સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. જ્યારે બીજી બાજુ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમ જ ભાવનગર, ભરૂચ, દાહોદ, જુનાગઢ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.
દેશમાં શું છે હવામાની સ્થિતિ
જો દેશની વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગે પૂર્વી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ,બિહાર, ઓડિશા, પંજાબ, હરિયાણા. ચંદીગઢ, દિલ્લી અને રાજસ્થાનના જુદા-જુદા વિસ્તારોમાં 8 જૂન સુધી તીવ્ર ગરમીની આગાહી કરી છે. બીજી બાજુ પશ્ચિમ ઉત્તર પ્રદેશ તેમ જ પંજાબ અને દિલ્લીમાં 5 જૂનની રોજ ઘૂળની ડમરીઓ આવવાની સંભાવના છે. તેવી જ રીતે, 6 થી 8 જૂન રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. IMD એ એમ પણ કહ્યું છે કે 7 જૂન દરમિયાન પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં, 5 જૂને પૂર્વી ઉત્તર પ્રદેશ અને 5 થી 8 જૂન દરમિયાન રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું, વીજળી અને તેજ પવન (30-40 કિમી/કલાક) ની અપેક્ષા છે.
અત્યારે શું છે ચોમાસાની સ્થિતિ
જો આપણે ચોમાસાની વાત કરીએ તો દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર ગોવા, કર્ણાટક અને તેલંગાણાના કેટલાક વધુ ભાગો, રાયલસીમાના બાકીના ભાગોમાં આગળ વધી ગયું છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના તટીય ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો. પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકુળ છે.
Share your comments