ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે પણ ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસવાની કોઈ જ શકયતા હાલ દેખાઈ રહી નથી. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પાડવાઆણી શક્યતાઓ છે.
30 અને 31 ઓગસ્ટે દ.ગુજરાતમાં વરસાદની આગાહી
- રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ ઉભી થાય તેવી ભિતિ સેવાઈ રહી છે.
- રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 25 ઇંચ જ વરસાદ વરસ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે.
- રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.
- 27 ઓગસ્ટે હવામાન વિભાગના અનુમાન અનુસાર સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પડી શકે છે
- વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ છે.
Share your comments