Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Vice President oath: જગદીપ ધનખડ બન્યા દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડે આજે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ધનખડને 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ધનખડ વિપક્ષની માર્ગારેટ આલ્વાને હરાવીને વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Vice President oath
Vice President oath

જગદીપ ધનખડે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

જગદીપ ધનખડે આજે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

 

ધનખડે પોતાના રાજકારણની શરૂઆત જનતા દળથી કરી હતી. ધનખડ 1989માં ઝુંઝુનુથી સાંસદ બન્યા હતા.  તેમને 1989 થી 1991 દરમિયાન વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જો કે, જ્યારે જનતા દળે 1991ની લોકસભા ચૂંટણીમાં જગદીપ ધનખડની ટિકિટ કાપી હતી, ત્યારે તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને 1993માં અજમેરના કિશનગઢથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. 2003માં તેમનો કોંગ્રેસથી મોહભંગ થયો અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. 2019 માં જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડને 528 વોટ મળ્યા

જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડને 528 વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા હતા. કુલ મતદાનના 72 ટકાથી વધુ મતો સાથે ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.

નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ આજે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

જગદીપ ધનખડે આજે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ધનખડે વેંકૈયા નાયડુનું સ્થાન લીધુ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે 11.45 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા. તમને જણાવી દઈએ કે ધનખડને 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિપક્ષની માર્ગારેટ આલ્વાને હરાવીને ધનખડ વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા.

આ પણ વાંચો:2020માં સીએમ બનવા ન હતો માંગતો, શપથ ગ્રહણ બાદ બીજુ શુ બોલે નીતિશ

Share your comments

Subscribe Magazine

More on News

More