ગોરખપુરથી નોંધાવી ઉમેદવારી
ગોરખપુર શહેર વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવારના રૂપમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ દરમિયાન હાજર રહ્યા હતા, ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી તથા પ્રદેશ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉમેદવારી નોંધાવતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જનસભાને સંબોધી હતી. તેમની ઉમેદવારીને ધ્યાનમાં રાખી પ્રદેશના પદાધિકારીઓનો ગોરખપુરમાં જમાવડો થઈ ગયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા અને સભાને સંબોધી હતી.
ઈતિહાસનું થશે પુનરાવર્તન - અમિત શાહ
યોગી આદિત્યનાથના ઉમેદવારી પત્ર ભરતા પહેલા આજે ગોરખપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધિત કરી હતી. અમિત શાહે યુપીમાં એકવાર ફરી ભાજપ માટે 300 પારનો હુંકાર ભર્યો છે. અમિત શાહે કહ્યુ કે, આજે ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં ફરી એકવાર ભાજપ ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું છે. જનસભાને સંબોધન કર્યા બાદ યોગી આદિત્યનાથે ઉમેદવારી નોંધાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2014, 2017 અને 2019ની ત્રણે ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની જનતાએ વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશના વિકાસનો રસ્તો તૈયાર કરીને તેમને પ્રચંડ બહુમત આપ્યો છે. અને યોગીજી ઉમેદવારી નોંધાવવાની સાથે ફરી એકવાર ભાજપ 300ને પાર કરવાના સંકલ્પ સાથે ઉત્તરપ્રદેશમાં આગળ વધી રહ્યુ છે.
વિપક્ષ પર કર્યો કટાક્ષ
સભાને સંબોધન કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આક્ષેપ પણ લગાવ્યો હતો,
વિપક્ષ પર હુમલો કરતા અમિત શાહે કહ્યું કે આજે વિપક્ષની પાસે કોઈ મુદ્દો નથી, તેને લાગે છે કે કોરોનાને કારણે સભાઓ સીમિત થઈ ગઈ છે, લોકોની વચ્ચે નથી જવુ પડી રહ્યું. તેમને કહેવા ઈચ્છુ છું કે ભાઈ જે પ્રચાર કરવો છે તે કરી લો, ઉત્તર પ્રદેશની જનતા ભાજપની સાથે છે. ભાજપને ફરી 300ને પાર સીટો મળવાની છે.
ઉપરાંત અમિત શાહે કહ્યું કે 2 વર્ષ સુધી યોગી જીએ અહીં સુશાસનનો પાયો નાખવાનું કામ કર્યુ, તેને જોતા 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષ એક થઈને મહાગઠબંધન બનાવ્યું હતું. મેં ભુવનેશ્વરની કાર્યકારિણીમાં કહ્યું હતુ કે જે બાકી છે તે પણ ભેગા થઈ જાય, અમે ફરી બે તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવીશું. અને મોદીજીના નેતૃત્વમાં ફરી 65 સીટો આવી હતી.
આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત
આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી
Share your comments