દર વર્ષે 10 લાખથી વધુ લોકો ટોપર બનવાના સપના સાથે UPSC ની પરીક્ષામાં બેસે છે. જો કે, તેમાંથી ફક્ત એક જ વ્યક્તિ તેનું સ્વપ્ન પૂર્ણ કરવામાં સફળ રહે છે. બિહારના કટિહાર જિલ્લાના શુભમ કુમારે UPSC CSE 2020 ની પરીક્ષામાં 52.04% ગુણ સાથે ભારતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.
કૃષિ જાગરણ અને એગ્રીકલ્ચર વર્લ્ડનાં મુખ્ય તંત્રી એમ.સી. ડોમિનિક સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં, તેમણે તેમની અભ્યાસ વ્યૂહરચના અને UPSC ની પરીક્ષામાં સફળ થવા માટે જે મુશ્કેલીઓ પડી હતી તે શેર કરી હતી.
તો ચાલો જાણીએ કે UPSC 2020 ના ટોપર શુભમકુમાર અને તંત્રી એમ.સી. ડોમિનિક સાથે શુ વાતચીત થઈ
શુભમને બાળપણથી જ UPSC પરીક્ષાઓ વિશે માહિતી હતી. શુભમે શાળાના પ્રથમ 4 વર્ષ પોતાના ગામમાં વિતાવ્યા અને પછી આગળના અભ્યાસ માટે પટના ગયા હતા. શુભમ જ્યારે ઘરથી બહાર અભ્યાસ કરવા ગયો હતો ત્યારે તેની માતાને પ્રોમીશ કરીને ગયો હતો કે માં હુ આ ગામમા ત્યારે પરત ફરીશ કે જ્યારે હું મોટો ઓફિસર બની જઈશ અને શુભનું આ સપનું 18 વર્ષ બાદ સાકાર થયુ.
શુભમે 2014 માં IIT બોમ્બેમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech પૂર્ણ કર્યું. આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ દરમિયાન તે તેજસ્વિ વિદ્યાર્થી હતા અને રમત-ગમતમાં પણ હંમેશા આગળ રહેતા હતા. તેઓ તેમની છાત્રાલયના સાંસ્કૃતિક સચિવ પણ હતા. આ તે જ સંસ્થા હતી જેમાં તેમણે સિવિલ સર્વિસિસમાં જોડાવાનું નક્કી કર્યું હતું.
શુભમની સફળતાની રાહ (Shubham’s Path to Success)
એક કહેવત છે કે સફળતાનો માર્ગ નિષ્ફળતાઓથી ભરેલો હોય છે. જો કે, નિષ્ફળતા જ વ્યક્તિને સફળતાનો માર્ગ બતાવે છે. શુભમ હોંશિયાર વિદ્યાર્થી હોવા ઉપરાંત, શુભમ 10 માં ધોરણ (10CGPA) અને 12 માં (96%) બોર્ડમાં સારો દેખાવ કર્યા બાદ અને UPSC ની પરીક્ષામાં નિષ્ફળ ગયો અને ભારતની એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજમાંથી પોતાની બેચલરની ડિગ્રી મેળવી હતી. શુભમે UPSC ની પરીક્ષામાં AIR 1 મેળવવા 3 વખત પરીક્ષા આપી હતી. 3 વાર પરિક્ષા આપ્યા છતા પમ શુભમે હિંમત ન હારી અને અંતે તેનું IAS બનવાનું સપનું પૂર થયુ. જ્યારે શુભમ 3 વાર પરીક્ષામાં અસફળ રહ્યો ત્યારે તેના માતા-પિતા અને તેમા મિત્રો દ્વાર ખુબ મોટીવેટ કરવામાં આવ્યા હતા.
કોરોના મહામારી દરમિયાન શુભમની તૈયારી (Shubham’s Preparation During Pandemic)
2020માં જ્યારે આખો દેશ કોવિડ -19 સામે લડી રહ્યો હતો ત્યારે શુભમ UPSC ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.આ મહામારી દરમિયા શુભમે કોઈ પણ પ્રકારના ક્લાસ લીઘા વિના ઘર પર જ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ સમય દરમિયાન જે મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા તેઓની સાથે મળીને પરીક્ષાની ચર્ચા કરતો રહેતો હતો અન એક બીજા અરસપરસ પરીક્ષાની તૈયારી કરતા હતા.
ગ્રામીણ વિસ્તારમાં રહીને UPSC પરીક્ષાની તૈયારી કરનાર માટે શુભમનો સંદેશ (Shubham’s Message to UPSC Aspirants from Rural Background)
શુભમ માને છે કે "જે લોકોને કંઈક બનવાની ચાહત હોય છે તેને સફળતા જરૂર મળે છે" કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી UPSC ની પરીક્ષા પાસ કરી શકે છે. જે લોકોનો દ્રઢ મનોબળ છે કે તેઓ UPSC માં ટોપર બનવા માંગે છે તેમને ન તો આર્થિક પરિસ્થિતિ કે સામાજીક પરીસ્થિતિ નળતી નથી તેઓ કોઈના કોઈ રીતે સફળ જરૂર બને છે.આજના યુગમાં દેશના કોઈપણ ખૂણામાંથી અભ્યાસ માટેનું મટીરીયલ સરળતાથી મેળવી શકાય છે. આ પરીક્ષા પાસ કરવા માટે દિલ્હીમાં "કુમાર બુક સેન્ટર" માંથી વાંચવા માટેનું મટીરીયલ વાપરતા હતા. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે મોટાભાગનું મટીરીયલ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેની મદદથી સફળતા સરળતાથી મેળવી શકાય છે. તે જ સમયે, શુભમે UPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ધીરજ જાળવી રાખવા વિનંતી કરી અને મિત્ર વર્તુળ એવુ બનાવવા કહ્યુ હતુ કે મુશ્કેલ ઘડીએ કામ આવે.
સોશિયલ મીડિયાથી દૂર રહો (Stay Away from Social-Media)
શુભમે યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને શક્ય એટલું સોશિયલ મીડિયાથી દૂર રહેવા જણાવ્યું હતું, કારણ કે સોશિયલ મીડિયા માત્ર સમય બગાડે છે, પરંતુ યુપીએસસીની તૈયારી દરમિયાન સમયનું યોગ્ય સંચાલન પણ થતું નથી.
પ્રીલીમ પરીક્ષા ખૂબ મહત્વની છે (Mock Tests are Very Important)
ચર્ચા દરમિયાન શુભમે ખાસ કરીને મોક ટેસ્ટ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મોક ટેસ્ટની તૈયારીની દ્રષ્ટિએ તમે ક્યાં છો અને તમારી તૈયારી કેવી રીતે ચાલી રહી છે તે અંગે સચોટ માહિતી આપે છે. તેણે કહ્યું કે તેના 2019 ના પ્રયાસમાં તેણે 70-75 મોક ટેસ્ટ આપ્યા અને 2020 ની પ્રિલિમમાં તેણે 40-45 મોક ટેસ્ટ આપ્યા. તેની મુખ્ય તૈયારી (UPSC મેઈન્સ પરીક્ષા) દરમિયાન, તે દરરોજ 1 કલાકની મોક ટેસ્ટ અને દર ત્રીજા દિવસે 3 કલાકની સંપૂર્ણ મોક ટેસ્ટ આપતો હતો. તેમના મતે, મજબૂત અને નબળા વિસ્તારો પર વિશ્લેષણ અને કામ કરવા માટે મોક ટેસ્ટ એક ઉત્તમ રીત છે.
શુભમની મુખ્ય રણનીતિ (Shubham’s Mains Strategy)
UPSC Mains Exam પાસ કરવા માટે ઝડપ ખૂબ મહત્વની છે. તમારી પાસે દરેક પ્રશ્નનો ઉકેલ લાવવા માટે લગભગ 10-11 મિનિટ હોય છે. તમારા માટે કઈ પેન અનુકૂળ છે તે શોધવાનો લઈને પરીક્ષા આપો. શુભમે આ વિષય માટે રેનોલ્ડની ટ્રાઇમેક્સ રિફિલનો ઉપયોગ કર્યો હતો. જો કે, તેમણે યુપીએસસીના ઉમેદવારોને યુપીએસસી મેઈન્સ પરીક્ષામાં શ્રેષ્ઠ રીતે કામ કરતી વિવિધ વ્યૂહરચનાઓ પર કામ કરવા જણાવ્યું હતું.
ઈન્ટરવ્યૂ જોવા માટે આ લીંક પર - https://fb.watch/8zzF8_0aqU/ કરો ક્લીક
ગ્રામીણ ભારત માટે શુભમની સોચ (Shubham’s Vision for the Rural India)
શુભમ ગ્રામીણ ભારતના સર્વાંગી ઉત્થાન માટે કામ કરવાનું વિચારે છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોના લોકોનું એકંદર શિક્ષણ અને નાણાકીય સ્તર સુધારવાનું પણ વિચારે છે. તે જ સમયે, તે બિહારમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે વધુ સારો ઉકેલ શોધવા માંગે છે.
Share your comments