ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ ઓર્ગેનિક ખેતીની પહેલ હવે દેશના બીજા રાજ્યો સુઘી પણ પહોંચી રહી છે. રસાયણિક ખેતીથી થતા નુકસાન હવે ગુજરાતના સાથે સાથે બીજા રાજ્યના ખેડૂતોને પણ સમજમાં આવી રહ્યો છે. વાત જાણો એમ છે કે ગુજરાતના ખેડૂતોથી પ્રભાવિત થઈને ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ રાસાણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્ય છે. મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ગંગા નદીના કાંઠે આવેલ 16 જેટલા ગામોના ખેડૂતોએ રસાયાણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી અપનાવવાનું નક્કી કર્યું છે. મુઝફ્ફરનગર જિલ્લામાં 50 એકર જમીન પર 1560 ખેડૂતો હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પૂર્ણતા બંધ કરી દીધું છે.
આ પણ વાંચો: જંતુનાશક દવાના વેચાણ કરતા વેપારિઓને મોટો ફટકો, રાજ્યમાં ત્રણ પ્લાન્ટ થયા બંઘ
ગાંગાના પાણી રહશે શુદ્ધ
ખેડૂતોએ હવે નક્કી કર્યું છે કે જૈવિક ખાતરોની સાથે તેઓ લીમડામાંથી તૈયાર થતી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશે. આનાથી તેમની પેદાશો માત્ર પોષણથી સમૃદ્ધ નહી બનશે પરંતુ ગંગાના પાણીને શુદ્ધ રાખવામાં પણ મદદ કરશે. જણાવી દઈએ, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ ખેડૂતોને કુદરતી ખેતીમાંથી પેદાશો માટે બજાર વિકસાવવામાં સહકાર આપવાનું વચન આપ્યું છે. જિલ્લાના 16 ગામોન1560 ખેડૂતોના આ નિર્ણયથી ગંગાનું પાણી પ્રદૂષણ મુક્ત તો થશે જ પરંતુ ખેત પેદાશો પણ પોષણથી ભરપૂર થશે.
ગંગા નદીનું પાણી થાય છે પ્રદુષિત
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે માત્ર જમીનની ફળદ્રુપતા જ નહીં પરંતુ ગંગા નદીનું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તે જ સમયે, કૃષિ વિભાગ કુદરતી ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 12000 રૂપિયાની સબસિડી પણ આપી રહ્યું છે. કેન્દ્ર સરકારની નમામિ ગંગે યોજના હેઠળ કુદરતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને 3 વર્ષ માટે સીધી ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
નમામી ગંગે યોજના હેઠળ શું મળે છે
ગંગા નદીના કાંઠે નમામી ગંગે યોજના હેઠળ, ગામમાં કુદરતી ખેતી કરતા ખેડૂતોને પીજીએસ ઈન્ડિયા ગ્રીન સ્કોપ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર પછી, ખેડૂત તેનું ઉત્પાદન વેચવા માટે પ્રમાણિત બને છે. બજારમાં તેની સારી કિંમત પણ મળે છે. કૃષિ વિભાગના નાયબ નિયામક સંતોષ યાદવ કહે છે કે આ ખેતી માત્ર પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરશે નહીં પરંતુ તેથી પાક ખર્ચમાં ઘટાડો થવાને કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
રાસાયણિક ખેતી છોડનાર ઉત્તર પ્રદેશના 16 ગામો
રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી કરનાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ફિરોઝપુર, મજલીસપુર, તૌકીર, મહારાજ નગર, ભુવાપુર, શુક્રતાલ ખાદર, બિહારગઢ, અલાહાબાસ, સીતાબપુરી, દરિયાપુર, દરિયાપુર ખેડી, જલાલપોર નીલા, હંસા વાલા, અલ્લુવાલા, સિયાલી, મહમૂદપુર લાલપુર, જીવનપુરી, હુસૈનપુર ગામના ખેડૂતોનું સમાવેશ થાય છે.
Share your comments