Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

UP Election 2022 : ઉત્તરપ્રદેશમાં 57 બેઠક માટે છઠ્ઠા તબક્કાનું મતદાન

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે હાલ પણ મતદાન યથાવત છે, ત્યારે આજે ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન યથાવત છે, આ તબક્કામાં કુલ 57 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાલ પણ યથાવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાન માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુપીમાં લોકતંત્રનો ઉત્સવ આજે પોતાના છઠ્ઠા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે.

Himanee Chauhan
Himanee Chauhan
CM Yogi Aadityanath
CM Yogi Aadityanath

આજે ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન યથાવત છે, આ તબક્કામાં કુલ 57 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાલ પણ યથાવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાન માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુપીમાં લોકતંત્રનો ઉત્સવ આજે પોતાના છઠ્ઠા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે.  

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કુલ 403 બેઠકો છે જેમાંથી 292 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે ચૂંટણી પૂર્વાંચલ વિસ્તાર તરફ વળી છે કે જ્યાં 111 બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. હાલ જે 57 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે તે 10 જિલ્લામાં આવેલી છે. જ્યારે અંતે જે 54 બેઠકો પર મતદાન બાકી રહેશે તે 10મી માર્ચના રોજ યોજાશે. 

10 જિલ્લામાં મતદાન

છઠ્ઠા તબક્કાના મતદાનમાં ઉત્તર પ્રદેશના આંબેડકરનગર, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીરનગર, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા અને બલિયા જિલ્લાના મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

CM યોગીએ કર્યુ મતદાન

આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરની પ્રાઈમરી સ્કૂલ ગોરખનાથ કન્યાનગરમાં મતદાન કર્યું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ છે. મહત્વની વાત છે કે ગોરખપુર બેઠક પર રસાકસી જોવા મળી શકે છે કારણ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં તેમની ટક્કર સમાજવાદી પાર્ટીના નેતા સામે થશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છઠ્ઠા તબક્કામાં મતદાન કરતા પહેલાં ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી. અને પૂજા કર્યા બાદ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને તેમણે ઉત્તરપ્રદેશની જનતાને વોટ આપવા માટે અપીલ પણ કરી હતી.

સંવેદનશીલ બેઠક પર ગોઠવાઈ સુરક્ષા

ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યુ છે. જેમાં કુલ ૫૭ બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે તેમાંથી ગોરખપુર શહેર સહિત નવ બેઠકો અતી સંવેદનશીલ માનવામાં આવે છે. જેને પગલે આ વિસ્તારોમાં સુરક્ષા પણ વધારી દેવામા આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 1.5 લાખ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જે નવ મતવિસ્તારોને સંવેદનશીલ જાહેર કરાયા છે તેમાં ગોરખપુર શહેર, બંસી, ઇટાવા, દુમરિયાગંજ, બલિયાનગર, સિકંદરપુરનો પણ સમાવેશ થાય છે.  ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે 109 ગુલાબી કલરના મતદાન મથક તૈયાર કરાયા છે જ્યાં મહિલાઓને મતદાનની સુવિધા પુરી પાડવામાં આવશે. આ પિંક કલરના મથકો દ્વારા મહિલા મતદારોને મતદાન માટે આકર્ષવામાં આવશે. 

આ પણ વાંચો : Stand-up India Scheme : મહિલાઓને મળશે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન

આ પણ વાંચો : લેમનગ્રાસની ખેતી છે આર્શિવાદરૂપ, બારે માસ આપે છે નફો

 

 

Share your comments

Subscribe Magazine

More on News

More