20 લોકોની સાથે ઘરે-ઘરે પ્રચારની મળી છૂટ
દેશમાં વધતા કોરોનાના કેસ અને 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી રેલીઓ અને રોડ શો પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. સોમવારે ચૂંટણી પંચની બેઠક મળી જેમાં આ પ્રતિબંધને 11 ફેબ્રુઆરી સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ સાથે જ આ પ્રતિબંધમાં થોડી રાહત પણ આપવામાં આવી છે. એટલે કે પ્રતિબંધની સાથે સાથે રેલીમાં 1000 લોકો સામેલ થઈ શકશે. નવી સૂચનાઓ અનુસાર હવે ઉમેદવારો અને કાર્યકરો 20ની સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, કોરોનાના વધતા કેસો વચ્ચે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે. અને નવી સૂચના અનુસાર હવે ઉમેદવારો અને કાર્યકારો 20ની સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.
ચૂંટણી પંચે જાહેર કરી નવી ગાઈડલાઈન
- પાર્ટી કે પાર્ટીના ઉમેદવારો હવે એક હજાર લોકો સાથે બેઠક કરી શકશે, અને સ્થાનિક એસડીએમની માર્ગદર્શિકાનું પણ પાલન કરવુ જરૂરી છે.
- કોઈપણ રોડ શો, પદ યાત્રા, વાહન રેલી અને સરઘસ પર 11 ફેબ્રુઆરી, 2022 સુધી પ્રતિબંધ યથાવત રહેશે તેવી ચૂંટણી પંચે ઘોષણા કરી છે.
- ડોર ટુ ડોર પ્રચાર માટે લોકોની સંખ્યા 10થી વધારને 20 કરી દેવામાં આવી છે, આ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનુ યોગ્ય પાલન કરવુ સૌના માટે અનિવાર્ય રહેશે.
7 તબક્કામાં યોજાશે ચૂંટણી
5 રાજ્યોમાં વોટિંગ આ પ્રકારે થવાના છે- ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી જે અંતર્ગત 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી, પંજાબ ઉત્તરાખંડ અને ગોવામાં એક સાથે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે મણિુપરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે વોટ પડશે. પાંચેય વિધાનસભાના પરિણામ 10 માર્ચે જાહેર થશે.
આ પણ વાંચો : ઠંડી હજુ બાકી છે : ગુજરાતવાસીઓને ફરીથી થીજવશે ઠંડી
આ પણ વાંચો : ભારતમાંથી રેડી ટુ ઈટ ઉત્પાદનોની નિકાસ 24% વધી 394 મિલિયન ડોલર થઈ
Share your comments