Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

UNSC: વિશ્વ ખાદ્ય સુરક્ષામાં ભારત ભજવી રહ્યું છે તેની ભૂમિકા, અફઘાનિસ્તાનને ઘઉંનું દાન કરી રહ્યું છે ભારત

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું છે કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને આગળ વધારવામાં ભારત તેની યોગ્ય ભૂમિકા ભજવશે. સુરક્ષા પરિષદમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ કહ્યું કે, ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સાથે સમાનતા જાળવવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય ભૂમિકા ભજવશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
world food security
world food security

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્નેહા દુબેએ કહ્યું, જો યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને રોકવામાં નહીં આવે તો અર્થવ્યવસ્થા પર તેના ગંભીર પરિણામો આવશે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી વિશ્વનો સૌથી મોટો ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમ ચલાવી રહી છે, જેમાં કલ્યાણથી અધિકાર-આધારિત અભિગમમાં એક આદર્શ બદલાવ જોયો છે.

તેમણે કહ્યું, કોરોના મહામારી દરમિયાન, જરૂરિયાતમંદોને લક્ષ્ય બનાવીને, ભારત સરકારે 80 કરોડ લોકોને ખાદ્ય સહાય પૂરી પાડવાનું કામ કર્યું, જ્યારે 40 કરોડ લોકોને રોકડ ટ્રાન્સફર કરવામાં આવી. પ્રથમ સચિવે કહ્યું, અમે મહિલાઓ, બાળકો અને સંવેદનશીલ લોકો માટે પોષણ અભિયાન પણ શરૂ કર્યું છે.

અફગાનિસ્તાનમાં ઘઉંનુ દાન કરી રહ્યુ છે ભારત


અફઘાનિસ્તાનમાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત અફઘાનિસ્તાનના લોકોને 50,000 મેટ્રિક ટન ઘઉંનું દાન કરી રહ્યું છે. ભારતે મ્યાનમાર માટે 10,000 ટન ચોખા-ઘઉંની ગ્રાન્ટ સાથે માનવતાવાદી સમર્થન ચાલુ રાખ્યુ છે. અમે આ મુશ્કેલ સમયમાં પણ શ્રીલંકાને ખાદ્ય સુરક્ષા  અને આવશ્યક મદદ આપી રહ્યા છીએ.

આ પણ વાંચો:MSP માટે મોદી સરકારે કમિટીની કરી રચના, સંયુક્ત કિસાન મોરચાના 3 સભ્યો પણ થશે સામેલ

વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે મજબૂત પ્રતિબદ્ધ

ભારતે છેલ્લા ત્રણ મહિનામાં યમનમાં 250,000 ટનથી વધુ ઘઉંની નિકાસ કરી છે. સ્નેહા દુબેએ જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે મજબૂત પ્રતિબદ્ધ છે અને તેણે યુનાઇટેડ નેશન્સ સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડ (CERF) અને UNOCHA માં પણ વર્ષોથી વિવિધ માનવીય સંકટના પ્રતિભાવમાં યોગદાન આપ્યું છે.

ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી

ભારતે સ્પષ્ટ કર્યું કે જો યુક્રેનમાં ચાલી રહેલી કટોકટીનો તરત જ વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં નહીં આવે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેના ગંભીર પરિણામો આવશે. આ પરિણામો 2030 સુધીમાં ખાદ્ય સુરક્ષા અને ભૂખમરાનો અંત લાવવાના પ્રયાસોને પાટા પરથી ઉતારી દેશે.

આ પણ વાંચો:ભારત અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે યુનેસ્કોનાં 2003 સંમેલનની આંતરસરકારી સમિતિમાં ચૂંટાયું

Share your comments

Subscribe Magazine

More on News

More