Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ ગઈ કાલે ભરૂચના જંબુસર ખાતે બ્રૂડસ્ટોક મલ્ટિપ્લિકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ

ભારત સરકારનો ઉદ્દેશ મત્સ્યપાલન અને જળચર ઉછેરમાં બ્રૂડ અને બીજમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Parshottam Rupala inaugurated the Broodstock Multiplication Center at Jambusar
Parshottam Rupala inaugurated the Broodstock Multiplication Center at Jambusar

વૈષ્ણવી એક્વાટેક (BMC) 50000 ચો.મી.માં ફેલાયેલું ભારતનું સૌથી મોટું (BMC) બ્રૂડર મલ્ટિપ્લિકેશન સેન્ટર બનશે.


મેસર્સ વૈષ્ણવી એક્વાટેક, સુરતના દહેગામ ગામ, જંબુસર તાલુકા, ભરૂચ જિલ્લો, ગુજરાત ખાતે બ્રૂડસ્ટોક મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ ગઈ કાલે  કર્યુ હતું.

વૈષ્ણવી એક્વાટેક (BMC) 50000 ચો.મી.માં ફેલાયેલું ભારતનું સૌથી મોટું (BMC) બ્રૂડરમલ્ટિપ્લિકેશન સેન્ટર બનવા જઈ રહ્યું છે અને તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. વૈષ્ણવી એક્વાટેક ભારતમાં BMCની સ્થાપના કરવા માટે Moana Technologies LLC સાથે વિશિષ્ટ જોડાણ ધરાવે છે.

આ પણ વાંચો:અમદાવાદના વીવર્સ સર્વિસ સેન્ટરમાં રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાઈ

આ પ્રસંગે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય માછીમારી અને જળચરઉછેરમાં બ્રૂડ અને બીજમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો છે. આજે, ભારત લગભગ US$4-5 બિલિયનના મૂલ્યની ઝીંગા નિકાસ સાથે વિશ્વના અગ્રણી ઝીંગા ઉત્પાદક દેશોમાંનો એક છે. શ્રિમ્પ બ્રૂડસ્ટોક મલ્ટિપ્લિકેશન સેન્ટર (BMC)નો અર્થ એ છે કે જ્યાં ન્યુક્લિયસ બ્રીડિંગ સેન્ટર (NBC)માંથી ચોક્કસ પેથોજેન ફ્રી/સ્પેસિફિક પેથોજેન ફ્રી [SPF] પોસ્ટ લાર્વા (PL) લાવવામાં આવે છે. અહીં આ પોસ્ટ લાર્વા (PL)ને પુખ્ત બ્રૂડસ્ટોક બનાવવા માટે કડક જૈવ સુરક્ષા અને નજીકના રોગ દેખરેખ હેઠળ ઉછેરવામાં આવે છે અને જ્યારે તેઓ પુખ્ત બ્રૂડસ્ટોક બને છે ત્યારે તેમને હેચરીમાં પૂરા પાડવામાં આવે છે.

શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે હેચરીને સપ્લાય કરવા માટે BMC એક વર્ષમાં લગભગ 5000 સક્ષમ SPF P. મોનોડોન બ્રુડરનું ઉત્પાદન કરી શકે છે. ભારતમાં શ્રિમ્પ હેચરીની સ્થાપના દેશમાં શ્રિમ્પ હેચરી ટેક્નોલોજીના સ્થિરીકરણમાં ફાળો આપશે.

આ પણ વાંચો:DoT ગુજરાત LSA દ્વારા ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ સાથે કોન્ફરન્સ

Share your comments

Subscribe Magazine

More on News

More