Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ujjawala yojana : આ જરૂરી દસ્તાવેજોથી મહિલાઓને મળશે ફરીમાં ગૈસ કનેકશન

ઉજ્જવલા યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ બળતણ અને વધુ સારા જીવનના વિચાર સાથે કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને ચૂલાના ધુમાડાથી મુક્ત કરવાનો છે. આ સાથે, તેમના સ્વાસ્થ્યમાં સુધારો પણ કરવો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Ujjawala Yojana

જો તમે પણ ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હો, તો આ માટે તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ. આ વિના તમે યોજના માટે અરજી કરી શકશો નહીં. આવી સ્થિતિમાં, જો તમે મફત સિલિન્ડરનો લાભ લેવા માંગતા હો, તો તમારે આ મહત્વપૂર્ણ દસ્તાવેજો વિશે જાણવું જ જોઇએ.

ક્યારે શરૂ થઈ હતી આ યોજના

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016 માં ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેથી તેમને ધુમાડાથી છુટકારો મેળવી શકે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના 2.0 (PM ઉજ્જવલા યોજના 2.0) ઉત્તર પ્રદેશ (UP) માં 25 ઓગસ્ટથી શરૂ થઈ હતી. જ્યાં એક તરફ, યોજનાના પ્રથમ તબક્કામાં દેશની લગભગ 8 કરોડ મહિલાઓને ધુમાડાથી આઝાદી મળી હતી.

યોજનાના બીજા તબક્કા

તો બીજા તબક્કામાં યુપીની લગભગ 20 લાખ મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવશે. એટલું જ નહીં, દેશભરમાં લગભગ 1 કરોડ મફત ગેસ જોડાણોનું વિતરણ પણ કરવામાં આવશે. ઉજ્જવલા યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે, તેથી આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે.

ઉજ્જવલા યોજનાના લાભ લેવા માટે મહત્વપૂર્ણ શર્તો

  • આ અંતર્ગત અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • આના સાથે જ બીપીએલ કાર્ડ
  • સબસિડી મેળવવા માટે બેંકમાં બચત ખાતું
  • ઓળખ કાર્ડ (આધાર કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ધ્યાનમાં રાખો કે મહિલાના પરિવાર પાસે પહેલાથી જ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.

આવી રીતે કરો અરજી

  • અરજી કરવા માટે સૌથી પહેલા https://www.pmuy.gov.in/ પર જાઓ.
  • તે પછી Apply for New Ujjwala 0 Connection પર ક્લિક કરો.
  • અહીં ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ અને એચપી ગેસ કંપનીમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરો.
  • હવે બધી વિગતો ભરો.
  • આ રીતે, દસ્તાવેજોની ચકાસણી પછી, તમારા નામે એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવશે.
  • માહિતી માટે, તમને જણાવી દઈએ કે બીજા તબક્કામાં એલપીજી કનેક્શન ઉપરાંત, પ્રથમ સિલિન્ડરની રિફિલિંગ પણ મફતમાં કરવામાં આવશે. આ સિવાય ગેસનો ચૂલો પણ આપવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More